14-11-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - તમે સાચાં - સાચાં રાજઋષિ છો , તમારું કર્તવ્ય છે તપસ્યા કરવી , તપસ્યા થી જ પૂજન લાયક બનશો ”

પ્રશ્ન :-
કયો પુરુષાર્થ સદાકાળનાં માટે પૂજવા લાયક બનાવી દે છે?

ઉત્તર :-
આત્માની જ્યોતિ જગાડવાનો કે તમોપ્રધાન આત્મા ને સતોપ્રધાન બનાવવાનો પુરુષાર્થ કરો તો સદાકાળ નાં માટે પૂજન લાયક બની જશો. જો હમણાં ગફલત કરે છે તે ખુબ રડે છે. જો પુરુષાર્થ કરીને પાસ ન થયાં, ધર્મરાજ ની સજાઓ ખાધી તો સજા ખાવા વાળા પૂજાશે નહીં. સજા ખાવા વાળા નો ચહેરો ઉંચો ન થઈ શકે.

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ સમજાવી રહ્યાં છે. પહેલાં-પહેલાં તો બાળકોને સમજાવે છે કે પોતાને આત્મા નિશ્ચય કરો. પહેલાં આત્મા છે, પછી શરીર છે. જ્યાં-ત્યાં પ્રદર્શની અથવા મ્યુઝિયમમાં, ક્લાસ માં પહેલાં-પહેલાં આ સાવધાની આપવાની છે કે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. બાળકો જ્યારે બેસે છે, બધાં દેહી-અભિમાની થઈને નથી બેસતાં. અહીં બેઠાં પણ ક્યાં-ક્યાં વિચાર જાય છે. સતસંગ માં જ્યાં સુધી કોઈ સાધુ વગેરે આવે ત્યાં સુધી શું બેસીને કરે છે. કોઈ ન કોઈ વિચારમાં બેઠાં રહે છે. પછી સાધુ આવે તો કથા વગેરે સાંભળવવા લાગે છે. બાપે સમજાવ્યું છે - આ બધું ભક્તિમાર્ગમાં સાંભળવાનું-સંભળાવવાનું છે. બાપ સમજાવે છે આ બધું છે - આર્ટિફિશિયલ (બનાવટી). આમાં છે કાંઈ પણ નહીં. દિવાળી પણ આર્ટિફિશિયલ મનાવે છે. બાપે સમજાવ્યું છે - જ્ઞાનનું ત્રીજું નેત્ર ખુલવું જોઈએ તો ઘર ઘરમાં પ્રકાશ થાય. હમણાં તો ઘર-ઘરમાં અંધકાર જ છે. આ બધો બહાર નો પ્રકાશ છે. તમે પોતાની જ્યોતિ જગાડવા બિલકુલ શાંતિ માં બેસો છો. બાળકો જાણે છે સ્વધર્મમાં રહેવાથી પાપ કપાય છે. જન્મ-જન્માંતર નાં પાપ આ યાદની યાત્રાથી જ કપાય છે. આત્માની જ્યોત બુઝાય ગઈ છે ને. શક્તિનું પેટ્રોલ બધું ખતમ થઇ ગયું છે. તે ફરી ભરાઈ જશે કારણ કે આત્મા પવિત્ર બની જાય છે. કેટલો રાત-દિવસનો ફરક છે. હવે લક્ષ્મી ની કેટલી પૂજા થાય છે. ઘણાં બાળકો લખે છે લક્ષ્મી મોટી કે સરસ્વતી માં મોટી. લક્ષ્મી તો એક હોય છે - શ્રી નારાયણની. જો મહાલક્ષ્મી ને પૂજે છે તો તેને ચાર ભુજાઓ દેખાડે છે. તેમાં બંને આવી જાય છે. હકીકત માં તેને લક્ષ્મી-નારાયણની પૂજા કહેવાય. ચતુર્ભુજ છે ને - બંને સાથે. પરંતુ મનુષ્યો ને કાંઈ પણ સમજ નથી. બેહદનાં બાપ કહે છે કે બધાં બેસમજ બની ગયાં છે. લૌકિક બાપ ક્યારેય આખી દુનિયાનાં બાળકોને કહેશે કે શું બેસમજ છે. હવે આપ બાળકો જાણો છો - વિશ્વનાં બાપ કોણ છે? સ્વયં કહે છે હું બધી આત્માઓનો બાપ છું. તમે બધાં મારા બાળકો છો. તે સાધુ લોકો તો કહી દેશે બધાં ભગવાન જ ભગવાન છે. તમે જાણો છો બેહદનાં બાપ બેહદ નું જ્ઞાન સમજાવી રહ્યાં છે આપણને આત્માઓને. મનુષ્યો ને તો દેહ-અભિમાન રહે છે - હું ફલાણો છું….. શરીર પર જે નામ પડ્યું છે, તેનાં પર ચાલતાં આવે છે. હવે શિવબાબા તો છે નિરાકાર, સુપ્રીમ સોલ. એ આત્મા પર નામ છે શિવ. આત્મા પર નામ એક જ શિવબાબાનું છે. બસ એ છે પરમ આત્મા, પરમાત્મા, એમનું નામ છે શિવ. બાકી જે પણ આત્માઓ અસંખ્ય છે તે બધાનાં શરીરોનાં નામ પડેલાં છે. શિવબાબા અહીંયા રહેતાં નથી, એ તો પરમધામ થી આવે છે. શિવ અવતરણ પણ છે. હમણાં બાપે તમને સમજાવ્યું છે - બધી આત્માઓ અહીંયા આવે છે પાર્ટ ભજવવાં. બાપ નો પણ પાર્ટ છે. બાપ તો ખુબ મોટું કામ અહીંયા કરે છે. અવતાર માને છે તો એમની તો જાહેર રજા અને સ્ટેમ્પ વગેરે હોવાં જોઈએ. બધાં દેશોમાં રજા હોવી જોઈએ કારણ કે બાપ તો સર્વનાં સદ્દગતિ દાતા છે ને. એમનો જન્મદિવસ અને ચાલ્યા જવાનો દિવસ, તારીખ વગેરે ની પણ ખબર નથી પડી શકતી કારણ કે આ તો ન્યારા છે ને એટલે ફક્ત શિવરાત્રિ કહી દે છે. આ પણ આપ બાળકો જાણો છો - અડધોકલ્પ છે બેહદ નો દિવસ, અડધોકલ્પ છે બેહદની રાત. રાત પૂરી થઇ પછી દિવસ થાય છે. તેનાં વચમાં બાપ આવે છે. આ તો એક્યુરેટ સમય છે. મનુષ્ય જન્મે છે તો નગરપાલિકા માં નોંધ કરે છે ને, પછી છ દિવસ પછી તેમનું નામ રાખે છે, તેને કહે છે - નામકરણ. કોઈ છઠ્ઠી કહે. ભાષાઓ તો ખુબ છે ને. લક્ષ્મી ની પૂજા કરે છે - આતીશબાજી સળગાવે છે. તમે પૂછી શકો છો જે લક્ષ્મી નો તહેવાર તમે મનાવો છો, એ ક્યારે તખ્ત પર બેઠાં? તખ્ત પર બેસવાનો જ કારોનેશન (રાજ્યાભિષેક) મનાવે છે, તેમનો જન્મ નથી મનાવતાં. લક્ષ્મીનું ચિત્ર થાળીમાં રાખી તેમનાથી ધન માંગે છે. બસ બીજું કાંઈ નહીં. મંદિર માં જઈને ભલે કંઈ માંગશે, પરંતુ દિવાળીનાં દિવસે તો તેમનાથી ફક્ત પૈસા માંગશે. પૈસા આપે થોડી છે. આ જેવી-જેવી ભાવના છે… જો કોઈ સાચ્ચી ભાવનાથી પૂજા કરે તો અલ્પકાળનાં માટે ધન મળી શકે છે. આ છે જ અલ્પકાળ નું સુખ. ક્યાંય તો સ્થાઈ સુખ પણ હશે ને. સ્વર્ગની તો તેમને ખબર જ નથી. અહીંયા સ્વર્ગની ભેંટ માં કોઈ ઉભું રહી નથી શકતું.

તમે જાણો છો અડધોકલ્પ છે જ્ઞાન, અડધોકલ્પ છે ભક્તિ. પછી થાય છે વૈરાગ્ય. સમજાવાય છે - આ જૂની દુનિયા છી-છી દુનિયા છે એટલે પછી નવી દુનિયા જરુર જોઈએ. નવી દુનિયા વૈકુંઠ ને કહે છે, તેને હેવન, પેરેડાઇઝ કહેવાય છે. આ ડ્રામા માં પાર્ટધારી પણ અવિનાશી છે. આપ બાળકોને ખબર પડી છે કે આપણે આત્મા પાર્ટ કેવી રીતે ભજવીએ છીએ. બાબાએ સમજાવ્યું છે - કોઈને પણ પ્રદર્શની વગેરે દેખાડો છે તો પહેલાં-પહેલાં આ લક્ષ્ય-હેતુ સમજાવવાનો છે. સેકન્ડમાં જીવન મુક્તિ કેવી રીતે મળે છે - જન્મ-મરણ માં તો જરુર આવવાનું જ છે. તમે સીડી પર ખુબ સારી રીતે સમજાવી શકો છો. રાવણરાજ્ય માં જ ભક્તિ શરું થાય છે. સતયુગમાં ભક્તિનું નામ-નિશાન નથી હોતું. જ્ઞાન અને ભક્તિ બંને અલગ-અલગ છે ને. હવે તમને આ જૂની દુનિયાથી વૈરાગ્ય છે. તમે જાણો છો આ દુનિયા હવે ખતમ થવાની છે. બાપ સદૈવ બાળકોનાં સુખદાયી જ હોય છે. બાળકોનાં માટે જ બાપ કેટલું માથું મારે છે. બાળકો માટે જ ગુરુઓની પાસે જાય છે, સાધુઓની પાસે જાય છે - કેવી રીતે પણ કરીને બાળક થાય કારણ કે સમજે છે બાળક હશે તો તેમને મિલકત દઇને જઈશું. બાળક હોય તો તેમને અમે વારિસ બનાવીએ. તો બાપ ક્યારેય બાળકોને દુઃખ થોડી આપશે. અસંભવ છે. તમે માતા-પિતા કહીને કેટલી રડીઓ મારતાં રહો છો. તો બાળકોનાં રુહાની બાપ બધાને સુખનો જ રસ્તો બતાવે છે. સુખ આપવા વાળા એક જ બાપ છે. દુઃખહર્તા સુખકર્તા એક રુહાની બાપ છે. આ વિનાશ પણ સુખ માટે જ છે. નહીં તો મુક્તિ-જીવનમુક્તિ કેવી રીતે પામશે? પરંતુ આ પણ કોઈ સમજશે થોડી. અહીંયા તો આ છે ગરીબ, અબળાઓ, જે પોતાને આત્માને નિશ્ચય કરી શકે. બાકી મોટા લોકોને તો દેહ નું અભિમાન એટલું પાક્કું થઈ ગયું છે જે વાત નહીં પૂછો. બાબા વારંવાર સમજાવે છે - તમે રાજઋષિ છો. ઋષિ હંમેશા તપસ્યા કરે છે. તે તો બ્રહ્મ ને, તત્વ ને યાદ કરે છે અથવા કોઈ કાળી વગેરે ને પણ યાદ કરતાં હશે. ઘણાં સન્યાસી પણ છે જે કાળી ની પૂજા કરે છે. માં કાળી કહી પોકારે છે. બાપ કહે છે - આ સમયે બધાં વિકારી છે. કામ ચિતા પર બેસી બધાં કાળા થયાં છે. માં, બાપ, બાળકો બધાં કાળા છે. આ બેહદની વાત છે. સતયુગ માં કાળા હોતાં નથી, બધાં છે ગોરા. પછી ક્યારે શ્યામ બને છે. આ આપ બાળકોને બાપે સમજાવ્યું છે. થોડા-થોડા પતિત થતાં-થતાં અંત માં બિલકુલ જ કાળા થઇ જાય છે. બાપ કહે છે રાવણએ કામ ચિતા પર ચઢાવી બિલકુલ કાળા બનાવી દીધાં છે. હવે ફરી તમને જ્ઞાન ચિતા પર ચઢાવું છે. આત્મા ને જ પવિત્ર બનાવવાની હોય છે. હવે પતિત-પાવન બાપ આવીને પાવન બનવાની યુક્તિ બતાવે છે. પાણી શું યુક્તિ બતાવશે. પરંતુ તમે કોઈ ને સમજાવો તો કોટો માં કોઈ જ સમજીને ઉંચ પદ પામે છે. હવે તમે બાપ થી પોતાનો વારસો લેવાં આવ્યાં છો - ૨૧ જન્મોનાં માટે. તમે આગળ ચાલીને ખુબ સાક્ષાત્કાર કરશો. તમને પોતાનાં ભણતર ની બધી ખબર પડશે. જે હમણાં ગફલત કરે છે પછી ખુબ રડશે. સજાઓ પણ તો ઘણી હોય છે ને. પછી પદ પણ ભ્રષ્ટ થઈ જાય છે. મોઢું ઉંચું કરી નહીં શકશે એટલે બાપ કહે છે - મીઠા-મીઠા બાળકો, પુરુષાર્થ કરી પાસ થઈ જાઓ, જે કંઈ પણ સજા ન ખાવી પડે ત્યારે પૂજન લાયક પણ બનશો. સજા ખાધી તો પછી થોડી પૂજાશો. આપ બાળકોએ પુરુષાર્થ ખુબ કરવો જોઈએ. પોતાની આત્માની જ્યોતિ જગાડવાની છે. હમણાં આત્મા તમોપ્રધાન બની છે, તેને જ સતોપ્રધાન બનાવવાની છે. આત્મા છે જ બિંદી. એક તારો છે. તેનો બીજું કોઈ નામ રાખી ન શકાય. બાળકોને સમજાવ્યું છે તેમનો સાક્ષાત્કાર થયો છે. સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ નું બતાવે છે. તેમને જોયું કે તેમાંથી કંઈક લાઈટ નીકળી તે તો આત્મા જ નીકળે છે. તેમણે સમજ્યું તે મારામાં સમાઈ ગઈ. હવે આત્મા કોઈ આવીને સમાઈ થોડી શકે છે. તે તો જઈને બીજું શરીર લે છે. અંતમાં તમે ખુબ જોશો. નામ અને રુપ થી ન્યારી કોઈ ચીજ હોતી નથી. આકાશ પોલાર છે, તેનું પણ નામ છે. હવે આ તો બાળકો સમજે છે, કલ્પ-કલ્પ સ્થાપના જે થતી આવી છે તે થવાની જ છે. આપણે બ્રાહ્મણ નંબરવાર પુરુષાર્થ કરતાં રહીએ છીએ. જે-જે સેકન્ડ વીતે છે તેને ડ્રામા જ કહેવાય છે. આખી દુનિયાનું ચક્ર ફરતું રહે છે. આ ૫ હજાર વર્ષ નું ચક્ર, જૂ માફક ફરતું રહે છે. ટિક-ટિક થતી રહે છે, હવે આપ મીઠા-મીઠા બાળકોએ ફક્ત બાપને જ યાદ કરવાનાં છે. ચાલતાં-ફરતાં કામ કરતા બાપને યાદ કરવામાં જ કલ્યાણ છે. પછી માયા ચમાટ લગાવી દેશે. તમે છો બ્રાહ્મણ, ભ્રમરી ની જેમ કીડાને આપ સમાન બ્રાહ્મણ બનાવવાનાં છે. તે ભ્રમરીનું તો એક દૃષ્ટાંત છે. તમે છો સાચાં-સાચાં બ્રાહ્મણ. બ્રાહ્મણોએ જ પછી દેવતા બનવાનું છે એટલે તમારો આ છે પુરુષોત્તમ બનવા માટે સંગમયુગ. અહીંયા તમે આવો જ છો પુરુષોત્તમ બનવાનાં માટે. પહેલાં બ્રાહ્મણ જરુર બનવું પડે. બ્રાહ્મણ ની ચોટી છે ને. તમે બ્રાહ્મણોને સમજાવી શકો છો. બોલો, આપ બ્રાહ્મણોનો તો કુળ છે, બ્રાહ્મણોની રાજધાની નથી. તમારો આ કુળ કોણે સ્થાપન કર્યો? તમારા મોટા કોણ છે? પછી તમે જ્યારે સમજાવશો તો ખુબ ખુશ થશે. બ્રાહ્મણોને માન આપે છે કારણ કે તે શાસ્ત્ર વગેરે સંભળાવે છે. પહેલાં રાખડી બાંધવા માટે પણ બ્રાહ્મણ જતાં હતાં. આજકાલ તો બાળકીઓ જાય છે. તમારે તો રાખડી તેમને બાંધવાની છે જે પવિત્રતાની પ્રતિજ્ઞા કરે. પ્રતિજ્ઞા જરુર કરવી પડે. ભારત ને ફરીથી પાવન બનાવવા માટે આપણે આ પ્રતિજ્ઞા કરીએ છીએ. તમે પણ પાવન બનો, બીજાઓને પણ પાવન બનાવો. બીજા કોઈની તાકાત નથી જે એવી રીતે કહી શકે. તમે જાણો છો આ અંતિમ જન્મ પાવન બનવાથી આપણે પાવન દુનિયાનાં માલિક બનીએ છીએ. તમારો ધંધો જ આ છે. એવાં મનુષ્ય કોઈ હોતાં જ નથી. તમારે જઈને આ કસમ ઉઠાવડાવાની છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે, આનાં પર વિજય પામવાની છે. આનાં પર જીત પામવાથી જ તમે જગતજીત બનશો. આ લક્ષ્મી-નારાયણએ જરુર આગળ જન્મ માં પુરુષાર્થ કર્યો છે ત્યારે તો એવાં બન્યાં છે ને. હવે તમે બતાવી શકો છો - કયાં કર્મથી આમને આ પદ મળ્યું, આમાં મુંઝવાની તો કોઈ વાત જ નથી. તમને કોઈ આ દિવાળી વગેરેની ખુશી નથી. તમને તો ખુશી છે - અમે બાપનાં બન્યાં છીએ, એમનાથી વારસો પામીએ છીએ. ભક્તિમાર્ગ માં મનુષ્ય કેટલો ખર્ચો કરે છે. કેટલું નુકસાન પણ થઈ જાય છે. આગ લાગી જાય છે. પરંતુ સમજતાં નથી.

તમે જાણો છો હવે આપણે ફરીથી પોતાનાં નવાં ઘરે જવાનાં છીએ. ચક્ર ફરી હૂબહૂ રિપીટ થશે ને. આ બેહદની ફિલ્મ છે. બેહદની સ્લાઈડ (દૃશ્ય) છે. બેહદ બાપનાં બન્યાં છીએ તો કાપારી ખુશી હોવી જોઈએ. અમે બાપથી સ્વર્ગ નો વારસો જરુર લઈશું. બાપ કહે છે પુરુષાર્થ થી જે જોઈએ તે લો. પુરુષાર્થ તમારે જરુર કરવાનો છે. પુરુષાર્થ થી જ તમે ઉંચ બની શકો છો. આ બાબા (ઘરડા) આટલાં ઉંચ બની શકે છે તો તમે કેમ ન બની શકો છો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ બાપ સદા બાળકો પ્રતિ સુખદાયી છે, એવી રીતે સુખદાયી બનવાનું છે. બધાને મુક્તિ-જીવનમુક્તિ નો રસ્તો બતાવવાનો છે.

2. દેહી-અભિમાની બનવાની તપસ્યા કરવાની છે. આ જૂની છી-છી દુનિયાથી બેહદનાં વૈરાગી બનવાનું છે.

વરદાન :-
દિવ્ય ગુણો નાં આહવાન દ્વારા સર્વ અવગુણો ની આહુતી દેવાવાળા સંતુષ્ટ આત્મા ભવ

જેમ દિવાળી પર વિશેષ સફાઈ અને કમાઈ નું ધ્યાન રાખે છે. તેમ તમે પણ બધાં પ્રકારની સફાઈ અને કમાઈ નું લક્ષ્ય રાખી સંતુષ્ટ આત્મા બનો. સંતુષ્ટતા દ્વારા જ સર્વ દિવ્યગુણો નું આહવાન કરી શકશો. પછી અવગુણો ની આહુતી સ્વતઃ થઈ જશે. અંદર જે કમજોરીઓ, ખામીઓ, નિર્બળતા, કોમળતા રહી છે તેને સમાપ્ત કરી હવે નવું ખાતું શરું કરો અને નવાં સંસ્કારોનાં નવાં વસ્ત્ર ધારણ કરી સાચ્ચી દિવાળી મનાવો.

સ્લોગન :-
સ્વમાન ની સીટ પર સદા સેટ રહેવું છે તો દૃઢ સંકલ્પનો પટ્ટો સારી રીતે બાંધી લો.