09-08-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  04.03.86    બાપદાદા મધુબન


“ સર્વ શ્રેષ્ઠ રચનાનું ફાઉન્ડેશન ( પાયો ) - સ્નેહ ”
 


આજે બાપદાદા પોતાનાં શ્રેષ્ઠ આત્માઓની રચનાં ને જોઈ હર્ષિત થઇ રહ્યાં છે. આ શ્રેષ્ઠ કે નવી રચના આખાં વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે. અને અતિ પ્રિય છે કારણ કે પવિત્ર આત્માઓની રચના છે. પવિત્ર આત્મા હોવાનાં કારણે હમણાં બાપદાદાનાં પ્રિય છો અને પોતાનાં રાજ્યમાં સર્વનાં પ્રિય હશો. દ્વાપરમાં ભક્તોનાં પ્રિય દેવ આત્માઓ બનશો. આ સમયે છો પરમાત્મ-પ્રિય બ્રાહ્મણ આત્માઓ. અને સતયુગ-ત્રેતા માં હશો રાજ્ય અધિકારી પરમ શ્રેષ્ઠ દેવી આત્માઓ અને દ્વાપર થી હમણાં કળયુગ સુધી બનો છો પૂજ્ય આત્માઓ. ત્રણેયમાં થી શ્રેષ્ઠ છો આ સમયે-પરમાત્મ પ્રિય બ્રાહ્મણ સો ફરિશ્તા આત્માઓ. આ સમય ની શ્રેષ્ઠતાનાં આધાર પર આખું કલ્પ શ્રેષ્ઠ રહો છો. જોઈ રહ્યાં છો કે આ છેલ્લાં જન્મ સુધી પણ આપ શ્રેષ્ઠ આત્માઓનું ભક્ત લોકો કેટલું આહવાન કરી રહ્યાં છે. કેટલાં પ્રેમ થી પોકારી રહ્યાં છે. જડ ચિત્ર જાણતા પણ આપ શ્રેષ્ઠ આત્માઓની ભાવનાઓ થી પૂજા કરે, ભોગ લગાવે, આરતી કરે છે. આપ ડબલ વિદેશી સમજો છો કે અમારા ચિત્રો ની પૂજા થઈ રહી છે? ભારત માં બાપનું કર્તવ્ય થયું છે એટલે બાપની સાથે આપ સર્વ નાં ચિત્ર પણ ભારતમાં જ છે. વધારે મંદિર ભારતમાં બનાવે છે. આ નશો તો છે ને કે અમે જ પૂજ્ય આત્માઓ છીએ? સેવાને માટે ચારે બાજુ વિશ્વમાં ફેલાઈ ગયાં હતાં. કોઈ અમેરિકા તો કોઈ આફ્રિકા પહોંચી ગયાં. પરંતુ શેના માટે ગયાં છો? આ સમયે સેવાનાં સંસ્કાર, સ્નેહનાં સંસ્કાર છે. સેવા ની વિશેષતા છે જ સ્નેહ. જ્યાં સુધી જ્ઞાન ની સાથે રુહાની સ્નેહ ની અનુભૂતિ નથી થતી તો જ્ઞાન કોઈ નહીં સાંભળશે.

આપ સર્વ ડબલ વિદેશી બાપનાં બન્યાં તો આપ સર્વ નું ફાઉન્ડેશન શું રહ્યું? બાપ નો સ્નેહ, પરિવાર નો સ્નેહ, દિલ નો સ્નેહ, નિઃસ્વાર્થ સ્નેહ. આણે શ્રેષ્ઠ આત્મા બનાવ્યાં. તો સેવાની પહેલી સફળતા નું સ્વરુપ થયું સ્નેહ. જ્યારે સ્નેહ માં બાપનાં બની જાઓ છો તો પછી કોઈ પણ જ્ઞાનની પોઇન્ટ (વાત) સહજ જ સ્પષ્ટ થતી જાય. જે સ્નેહ માં નથી આવતા તે ફક્ત જ્ઞાન ને ધારણ કરી આગળ વધવામાં સમય પણ લે છે, મહેનત પણ લે છે કારણ કે તેમની વૃત્તિ કેમ, શું, આવું કેવી રીતે આમાં વધારે ચાલી જાય. અને સ્નેહ માં જ્યારે લવલીન થઈ જાય તો સ્નેહ નાં કારણે બાપ નો દરેક બોલ સ્નેહી લાગે. ક્વેશ્ચન (પ્રશ્ન) સમાપ્ત થઈ જાય. બાપ નો સ્નેહ આકર્ષિત કરવાનાં કારણે ક્વેશ્ચન કરશે તો પણ સમજવાનાં રુપ થી કરશે. અનુભવી છો ને. જે પ્રેમ માં ખોવાઈ જાય છે તો જેનાથી પ્રેમ છે તેમને તે જે બોલશે તેમને તે પ્રેમ જ દેખાશે. તો સેવાનો મૂળ આધાર છે સ્નેહ. બાપ પણ સદૈવ બાળકો ને સ્નેહ થી યાદ કરે છે. સ્નેહ થી બોલાવે છે સ્નેહ થી જ સર્વ સમસ્યાઓથી પાર કરાવે છે. તો ઈશ્વરીય જન્મ નું, બ્રાહ્મણ જન્મ નું ફાઉન્ડેશન છે જ સ્નેહ. સ્નેહનાં ફાઉન્ડેશન વાળા ને ક્યારેય પણ કોઈ મુશ્કેલ વાત નહીં લાગશે. સ્નેહનાં કારણે ઉમંગ-ઉત્સાહ રહેશે. જે પણ શ્રીમત બાપની છે, આપણે કરવાનું જ છે. જોઈશું, કરીશું આ સ્નેહી નાં લક્ષણ નથી. બાપે મારા પ્રતિ કહ્યું છે અને મારે કરવાનું જ છે. આ છે સ્નેહી આશિક આત્માઓની સ્થિતિ. સ્નેહી હલચલ વાળા નહીં હશે. સદા બાપ અને હું, ત્રીજું ન કોઈ. જેમ બાપ ઊંચે થી ઊંચા છે. સ્નેહી આત્માઓ પણ સદા મોટાં દિલવાળી હોય છે. નાનાં દિલવાળા થોડી-થોડી વાત માં મૂંઝાશે. નાની વાત પણ મોટી થઈ જશે. મોટાં દિલવાળા નાં માટે મોટી વાત નાની થઈ જશે. ડબલ વિદેશી બધાં મોટાં દિલ વાળા છો ને! બાપદાદા બધાં ડબલ વિદેશી બાળકોને જોઈ ખુશ થાય છે. કેટલાં દૂર-દૂર થી પરવાના શમા નાં ઉપર ફિદા થવા પહોંચી જાય છે. પાક્કા (સાચાં) પરવાના છે.

આજે અમેરિકા વાળાઓ નો ટર્ન છે! અમેરિકા વાળાઓ ને બાપ કહે છે - “આ મારા”. અમેરિકા વાળાઓ પણ કહે છે આ મારા. આ વિશેષતા છે ને! વૃક્ષનાં ચિત્રમાં આદિ થી વિશેષ શક્તિનાં રુપમાં અમેરિકા દેખાડેલું છે. જ્યાર થી સ્થાપના થઈ છે તો અમેરિકા ને બાપે યાદ કર્યું છે. વિશેષ પાર્ટ છે ને. જેમ એક વિનાશની શક્તિ શ્રેષ્ઠ છે - બીજી શું વિશેષતા છે? વિષેશતાઓ તો સ્થાન ની છે જ. પરંતુ અમેરિકાની વિશેષતા આ પણ છે એક તરફ વિનાશ ની તૈયારીઓ પણ વધારે છે, બીજી તરફ પછી વિનાશને સમાપ્ત કરવાની યુ.એન.(સંયુક્ત રાષ્ટ્ર) પણ ત્યાં છે. એક તરફ વિનાશની શક્તિ, બીજી તરફ છે સર્વ ને મળાવવાની શક્તિ. તો ડબલ શક્તિ થઈ ગઈ ને. ત્યાં બધાને મળાવવા માટે પ્રયત્ન કરે છે, તો ત્યાંથી જ પછી આ રુહાની મિલન નો પણ અવાજ બુલંદ થશે. તે લોકો તો પોતાની રીતે બધાને મળાવીને શાંતિ નો પ્રયત્ન કરે છે. પરંતુ યથાર્થ રીતે મળાવવું તો આપ લોકો નું જ કર્તવ્ય છે ને. તે મળાવવાની કોશિશ કરે પણ છે પરંતુ કરી નથી શકતાં. વાસ્તવમાં બધાં ધર્મની આત્માઓને એક પરિવાર માં લાવવા આ છે આપ બ્રાહ્મણોનું વાસ્તવિક કાર્ય. આ વિશેષ કરવાનું છે. જેમ વિનાશની શક્તિ ત્યાં શ્રેષ્ઠ છે તેમ જ સ્થાપના ની શક્તિ નો અવાજ બુલંદ હોય. વિનાશ અને સ્થાપના સાથે-સાથે બંને ઝંડા લહેરાવે. એક સાયન્સ (વિજ્ઞાન) નો ઝંડો અને એક સાઈલેન્સ (શાંતિ) નો. સાયન્સ ની શક્તિનો પ્રભાવ અને સાઈલેન્સ ની શક્તિ નો પ્રભાવ બંને જ્યારે પ્રત્યક્ષ થાય ત્યારે કહેશું પ્રત્યક્ષતા નો ઝંડો લહેરાવવો. જેમ કોઇ વી.આઈ.પી. કોઈ પણ દેશમાં જાય છે તો તેમનું સ્વાગત કરવા માટે ઝંડો લગાવી દે છે ને. પોતાનાં દેશનો પણ લગાવે છે અને જે આવે છે તેમનાં દેશનો પણ લગાવે છે. તો પરમાત્મ-અવતરણ નો પણ ઝંડો લહેરાવે. પરમાત્મ-કાર્ય નું પણ સ્વાગત કરે. બાપનો ઝંડો ખૂણે-ખૂણે લહેરાવે ત્યારે કહેશે વિશેષ શક્તિઓને પ્રત્યક્ષ કરી. આ ગોલ્ડન જુબલી નું વર્ષ છે ને. તો ગોલ્ડન (સોનેરી) તારા બધાને દેખાઈ આવે. કોઈ વિશેષ તારો આકાશમાં દેખાય છે તો બધાનું અટેન્શન તે તરફ જાય છે ને. આ ગોલ્ડન ચમકતો તારો બધાની આંખોમાં, બુદ્ધિ માં દેખાય આવે. આ છે ગોલ્ડન જુબલી મનાવવી. આ તારા પહેલાં કયા ચમકશે?

હમણાં વિદેશમાં સારી વૃદ્ધિ થઈ રહી છે અને થવાની જ છે. બાપનાં વિખૂટાં પડેલા બાળકો ખૂણે-ખૂણે જે છૂપાયેલા છે તે સમય પ્રમાણે સંપર્ક માં આવી રહ્યાં છે. બધાં એકબીજા થી સેવામાં ઉમંગ-ઉત્સાહ થી આગળ વધી રહ્યાં છે. હિમ્મત થી મદદ પણ બાપ ની મળી જાય છે. નાઉમ્મીદ માં પણ ઉમ્મીદો નાં દિપક જાગી જાય છે. દુનિયાવાળા વિચારે છે આ થવું તો અસંભવ છે. ખુબ મુશ્કેલ છે. અને લગન નિર્વિઘ્ન બનાવીને ઊડતાં પંખીનાં સમાન ઉડાડતા પહોંચાડી દે છે. ડબલ ઉડાન થી પહોચ્યાં છો ને. એક પ્લેન, બીજું બુદ્ધિ નું વિમાન. હિમ્મત ઉમંગ ની પાંખો જ્યારે લાગી જાય છે તો જ્યાં પણ ઉડવા ઈચ્છે ઉડી શકે છે. બાળકો ની હિમ્મત પર બાપદાદા સદા બાળકો ની મહિમા કરે છે. હિમ્મત રાખવાથી એક થી બીજો દિપક જાગતા માળા તો બની ગઈ છે ને. મહોબ્બત થી જે મહેનત કરે છે તેનું ફળ ખુબ સારું નીકળે છે. આ સર્વ નાં સહયોગ ની વિશેષતા છે. કોઈ પણ વાત હોય પરંતુ પહેલાંં દૃઢતા, સ્નેહ નું સંગઠન જોઈએ. એનાથી સફળતા પ્રત્યક્ષ રુપમાં દેખાય આવે છે. દૃઢતા કલરાઠી (ઉજ્જડ) જમીન માં પણ ફળ ઉત્પન કરી શકે છે. આજકાલ સાયન્સ વાળા (વિજ્ઞાન) રેતીમાં પણ ફળ ઉત્પન કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તો સાઈલેન્સ (શાંતિ) ની શક્તિ શું નથી કરી શકતી! જે ધરણી ને સ્નેહ નું પાણી મળે છે ત્યાં ફળ મોટાં પણ થાય અને સ્વાદિષ્ટ પણ થાય છે. જેમ સ્વર્ગ માં મોટાં-મોટાં ફળ અને ટેસ્ટી (સ્વાદિષ્ટ) પણ સારા હોય છે. વિદેશમાં મોટાં ફળ હોય છે પરંતુ ટેસ્ટી નથી હોતાં. ફળ ની શકલ ખુબ સારી હોય પરંતુ ટેસ્ટ નથી. ભારતનાં ફળ નાનાં હોય પરંતુ ટેસ્ટ સારો હોય છે. ફાઉન્ડેશન તો બધું અહીંયા જ પડે. જે સેવાકેન્દ્ર પર સ્નેહ નું પાણી મળે છે તે સેવાકેન્દ્ર સદા ફળીભૂત હોય છે. સેવામાં પણ અને સાથીઓમાં પણ. સ્વર્ગ માં શુદ્ધ પાણી શુદ્ધ ધરતી હશે, ત્યારે એવાં ફળ મળે છે. જ્યાં સ્નેહ છે ત્યાં વાયુમંડળ અર્થાત્ ધરણી શ્રેષ્ઠ હોય છે. આમ પણ જ્યારે કોઈ ડીસ્ટર્બ થાય છે તો શું કહે છે! મને બીજું કાંઈ નથી જોઈતું, ફક્ત સ્નેહ જોઈએ. તો ડિસ્ટર્બ થવાથી બચવાનું સાધન પણ સ્નેહ જ છે. બાપદાદાને સૌથી મોટી ખુશી આ વાતની છે કે ખોવાયેલાં બાળકો ફરીથી આવી ગયાં છે. જો તમે ત્યાં ન પહોંચત તો સેવા કેવી રીતે થાત એટલે વિખૂટાં પડવું પણ કલ્યાણકારી થઈ ગયું. અને મળવું તો છે જ કલ્યાણકારી. પોતા-પોતાનાં સ્થાન પર બધાં સારા ઉમંગ થી આગળ વધી રહ્યાં છે અને બધાની અંદર એક લક્ષ્ય છે કે બાપદાદાની જે એક જ આશ છે કે સર્વ આત્માઓને અનાથ થી સનાથ બનાવી દે, આ આશ અમે પૂર્ણ કરીએ. બધાએ મળીને જે શાંતિનાં માટે વિશેષ પ્રોગ્રામ બનાવ્યો છે, તે પણ સારો છે. ઓછાં માં ઓછું બધાને થોડો સાયલેન્સ (શાંતિ) માં રહેવાનો અભ્યાસ કરાવવાનાં નિમિત્ત તો બની જશો. જો કોઈ સાચી રીતે એક મિનીટ પણ સાયલેન્સ નો અનુભવ કરે તો તે એક મિનિટ નાં સાયલેન્સ નો અનુભવ વારંવાર તેમને સ્વતઃ જ ખેંચતો રહેશે કારણ કે બધાંને શાંતિ જોઈએ. પરંતુ વિધિ નથી આવડતી. સંગ નથી મળતો. જ્યારે કે શાંતિ પ્રિય બધી આત્માઓ છે તો એવી આત્માઓને શાંતિની અનુભૂતિ થવાથી સ્વતઃ જ આકર્ષિત થતાં રહેશે. દરેક સ્થાન પર પોત-પોતાનું વિશેષ કાર્ય કરવાવાળી સારી નિમિત્ત બનેલી શ્રેષ્ઠ આત્માઓ છે. તો કમાલ કરવી કોઇ મોટી વાત નથી. અવાજ ફેલાવવાનું સાધન છે જ આજકાલ ની વિશેષ આત્માઓ. જેટલી કોઈ વિશેષ આત્માઓ સંપર્કમાં આવે છે તો તેમના સંપર્ક થી અને આત્માઓનું કલ્યાણ થાય છે. એક વી.આઈ.પી. દ્વારા અનેક સાધારણ આત્માઓનું કલ્યાણ થઈ જાય છે. બાકી સમીપ સંબંધમાં તો નહીં આવશે. પોતાનાં ધર્મ માં, પોતાનાં પાર્ટ માં તેમને વિશેષતા નું કોઈને કોઈ ફળ મળી જાય છે. બાપ ને પસંદ સાધારણ જ છે. સમય પણ તેઓ આપી શકે છે. તેમને તો સમય જ નથી. પરંતુ તે નિમિત્ત બને છે તો ફાયદો અનેકો ને થઈ જાય છે. અચ્છા.

પાર્ટીઓ થી :-
સદા અમરભવ ની વરદાની આત્માઓ છો - એવો અનુભવ કરો છો? સદા વરદાનો થી ઉછરતાં આગળ વધી રહ્યાં છો ને! જેમનો બાપ થી અતૂટ સ્નેહ છે તે અમરભવ નાં વરદાની છે, સદા બેફિકર બાદશાહ છે. કોઈ પણ કાર્ય નાં નિમિત્ત બનતાં પણ બેફિકર રહેવાનું એજ વિશેષતા છે. જેમ બાપ નિમિત્ત તો બને છે ને! પરંતુ નિમિત્ત બનતાં પણ ન્યારા છે એટલે બેફિકર છે. એવું ફોલો ફાધર. સદા સ્નેહની સેફટી (સુરક્ષિતતા) થી આગળ વધતા ચાલો. સ્નેહનાં આધાર પર બાપ સદા સેફ કરી આગળ ઉડાવી ને લઈ જઈ રહ્યાં છે. આ પણ અટલ નિશ્ચય છે ને. સ્નેહ નો રુહાની સબંધ જોડાઈ ગયો. આ જ રુહાની સંબંધ થી કેટલાં એકબીજાને પ્રિય થઈ ગયાં. બાપદાદાએ માતાઓને એક શબ્દની ખુબ સહજ વાત કીધી છે, એક શબ્દ યાદ કરો “મારાં બાબા” બસ. મારાં બાબા કહ્યું અને સર્વ ખજાનાં મળ્યાં. આ બાબા શબ્દ જ ચાવી છે ખજાનાઓ ની. માતાઓ ને ચાવીઓ સંભાળતાં સારું આવડે છે ને. તો બાપદાદા એ ચાવી આપી છે. જે ખજાના ઈચ્છો તે મળી શકે છે. એક ખજાનાની ચાવી નથી, બધાં ખજાનાની ચાવી છે. બસ બાબા-બાબા કહેતાં રહો તો હમણાં પણ બાળક સો માલિક અને ભવિષ્યમાં પણ માલિક. સદા આ જ ખુશી માં નાચતા રહો. અચ્છા.

વરદાન :-
નિશ્ચય ની અખંડ રેખા દ્વારા નંબરવન ભાગ્ય બનાવવા વાળા વિજય નાં તિલકધારી ભવ

જે નિશ્ચય બુદ્ધિ બાળકો છે તે ક્યારેય કેમ અને એમ નાં વિસ્તારમાં નથી જતાં. તેમનાં નિશ્ચયની અતૂટ રેખા અન્ય આત્માઓને પણ સ્પષ્ટ દેખાય આવે છે. તેમનાં નિશ્ચય ની રેખાની લીટી વચ-વચમાં ખંડિત નથી થતી. આવી રેખાવાળાનાં મસ્તક માં અર્થાત્ સ્મૃતિ માં સદા વિજય નું તિલક નજર આવશે. તે જન્મતાં જ સેવાની જવાબદારી નાં તાજધારી હશે. સદા જ્ઞાન રત્નો થી રમવા વાળા હશે. સદા યાદ અને ખુશી નાં ઝૂલા માં ઝૂલતાં જીવન વિતાવવા વાળા હશે. આ જ છે નંબરવન ભાગ્યની રેખા.

સ્લોગન :-
બુદ્ધિ રુપી કોમ્પ્યુટર માં ફુલસ્ટોપ (પૂર્ણવિરામ) ની માત્રા આવવી એટલે પ્રસન્નચિત્ત રહેવું.