03-07-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - જે
સર્વની સદ્દગતિ કરવાવાળા જીવનમુક્તિ દાતા છે , એ તમારા બાપ બન્યાં છે , તમે એમની
સંતાન છો , તો કેટલો નશો રહેવો જોઈએ ”
પ્રશ્ન :-
કયા બાળકોની
બુદ્ધિ માં બાબા ની યાદ નિરંતર નથી રહી શકતી?
ઉત્તર :-
જેમને પૂરે-પૂરો નિશ્ચય નથી તેમની બુદ્ધિ માં યાદ રહી નથી શકતી. આપણને કોણ શીખવાડી
રહ્યાં છે, આ જાણતા નથી તો યાદ કોને કરશે. જે યથાર્થ ઓળખીને યાદ કરે છે તેમના જ
વિકર્મ વિનાશ થાય છે. બાપ સ્વયં જ આવીને પોતાની અને પોતાનાં ઘર ની યથાર્થ ઓળખ આપે
છે.
ઓમ શાંતિ!
હવે ઓમ શાંતિ
નો અર્થ તો સદૈવ બાળકોને યાદ હશે. આપણે આત્મા છીએ, આપણું ઘર છે નિર્વાણધામ અથવા
મૂળવતન. બાકી ભક્તિમાર્ગમાં મનુષ્ય જે પણ પુરુષાર્થ કરે છે તેમને ખબર નથી ક્યાં
જવાનું છે. સુખ શેમાં છે, દુઃખ શેમાં છે, કાંઈ પણ ખબર નથી. યજ્ઞ, તપ, દાન, પુણ્ય,
તીર્થ વગેરે કરતાં સીડી નીચે ઉતરતા જ આવે છે. હમણાં તમને જ્ઞાન મળે છે તો ભક્તિ બંધ
થઈ જાય છે. ઘંટ, ઘડિયાળ વગેરે તે વાતાવરણ બધું બંધ. નવી દુનિયા અને જૂની દુનિયા માં
ફરક તો છે ને. નવી દુનિયા છે પાવન દુનિયા. આપ બાળકો ની બુદ્ધિ માં છે સુખધામ.
સુખધામ ને સ્વર્ગ, દુઃખધામ ને નર્ક કહેવાય છે. મનુષ્ય શાંતિ ઈચ્છે છે, પરંતુ ત્યાં
કોઈ પણ જઈ નથી શકતાં. બાપ કહે છે હું જ્યાં સુધી અહીંયા ભારતમાં ન આવું ત્યાં સુધી
મારા સિવાય આપ બાળકો જઈ નથી શકતાં. ભારતમાં જ શિવજયંતી ગવાય છે. નિરાકાર જરુર સાકાર
માં આવશે ને. શરીર વગર આત્મા કાંઈ કરી શકે છે શું? શરીર વગર તો આત્મા ભટકતી રહે છે.
બીજા તન માં પણ પ્રવેશ કરી લે છે. કોઈ સારા હોય છે, કોઈ ચંચળ હોય છે, એકદમ તવાઈ
બનાવી લે છે. આત્માને શરીર જરુર જોઈએ. તેમ પરમપિતા પરમાત્મા ને પણ શરીર ન હોય તો
ભારતમાં શું આવીને કરશે! ભારત જ અવિનાશી ખંડ છે. સતયુગ માં એક જ ભારત ખંડ છે. બીજા
બધાં ખંડ વિનાશ થઈ જાય છે. ગાએ છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. આ લોકો પછી આદિ
સનાતન હિંદુ ધર્મ કહી દે છે. હકીકતમાં શરુ માં કોઈ હિંદુ નહિં, દેવી-દેવતાઓ હતાં.
યુરોપમાં રહેવાવાળા પોતાને ક્રિશ્ચિયન કહે છે. યુરોપિયન ધર્મ થોડી કહેશે. આ
હિન્દુસ્તાનમાં રહેવાવાળા હિંદુ ધર્મ કહી દે. જે દેવી ધર્મ શ્રેષ્ઠ હતાં, એજ ૮૪
જન્મો માં આવતાં ધર્મ ભ્રષ્ટ બની ગયાં છે. દેવતા ધર્મનાં જે હશે એ જ અહીંયા આવશે.
જો નિશ્ચય નથી તો સમજો આ ધર્મ નાં નથી. ભલે અહીંયા બેઠાં હશે તો પણ તેમની સમજમાં નહીં
આવશે. ત્યાં કોઈ પ્રજામાં ઓછું પદ પામવા વાળા હશે. ઈચ્છે બધાં સુખ-શાંતિ છે, તે તો
હોય છે સતયુગ માં. બધાં તો સુખધામ માં જઈ નથી શકતાં. બધાં ધર્મ પોત-પોતાનાં સમય પર
આવે છે. અનેક ધર્મ છે, ઝાડ વૃદ્ધિને પામતું રહે છે. મૂળ થડ છે દેવી-દેવતા ધર્મ. પછી
છે ૩ ટ્યુબ (શાખાઓ). સ્વર્ગમાં તો આ થઇ ન શકે. દ્વાપર થી લઈને નવાં ધર્મ નીકળે છે.
આને વેરાઈટી હ્યુમન ટ્રી કહેવાય છે. વિરાટ રુપ અલગ છે, આ વેરાયટી (વિવિધ) ધર્મોનું
ઝાડ છે. જાત-જાતનાં મનુષ્ય છે. તમે જાણો છો કેટલાં ધર્મ છે. સતયુગ આદિમાં એક જ ધર્મ
હતો, નવી દુનિયા હતી. બહાર વાળા પણ જાણે છે, ભારત જ પ્રાચીન સ્વર્ગ હતું. ખુબ જ
સાહૂકાર હતો એટલે ભારતને ખુબ માન મળે છે. કોઈ સાહૂકાર, ગરીબ બને છે તો તેના પર તરસ
ખાય છે. બિચારુ ભારત શું થઈ ગયું છે! આ પણ ડ્રામા માં પાર્ટ છે. કહે પણ છે સૌથી
વધારે રહેમદિલ ઈશ્વર જ છે અને આવે પણ ભારતમાં છે. ગરીબો પર જરુર સાહૂકાર જ રહેમ કરશે
ને. બાપ છે બેહદનાં સાહૂકાર, ઊંચેથી ઊંચા બનાવવા વાળા. તમે કોનાં બાળક બન્યાં છો તે
પણ નશો હોવો જોઈએ. પરમપિતા પરમાત્મા શિવ ની આપણે સંતાન છીએ, જેમને જ જીવનમુક્તિ દાતા,
સદ્દગતિ દાતા કહે છે. જીવનમુક્તિ પહેલાં-પહેલાં સતયુગ માં હોય છે. અહીંયા તો છે
જીવનબંધ. ભક્તિ માર્ગ માં પોકારે છે બાબા બંધન થી છોડાવો. હમણાં તમે પોકારી નથી શકતાં.
તમે જાણો છો બાપ જે જ્ઞાનનાં સાગર છે, એજ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી નો સાર સમજાવી
રહ્યાં છે. નોલેજફુલ (જ્ઞાનવાન) છે. આ તો સ્વયં કહે છે હું ભગવાન નથી. તમારે તો દેહ
થી ન્યારા દેહી-અભિમાની બનવાનું છે. આખી દુનિયાને, પોતાનાં શરીરને પણ ભૂલવાનું છે.
આ ભગવાન નથી. આને કહેવાય જ છે બાપદાદા. બાપ છે ઊંચે થી ઊંચા. આ પતિત જુનું તન છે.
મહિમા ફક્ત એક ની છે. એમના થી યોગ લગાવવાનો છે ત્યારે જ પાવન બનશો. નહીં તો ક્યારેય
પાવન બની નહિં શકો અને અંતમાં હિસાબ-કિતાબ ચૂકતું કરી સજાઓ ખાઈ ને ચાલ્યાં જશો.
ભક્તિમાર્ગ માં હમ સો, સો હમ નો મંત્ર સાંભળતાં આવ્યાં છો. હમ આત્મા સો પરમપિતા
પરમાત્મા, સો હમ આત્મા - આજ ખોટો મંત્ર પરમાત્મા થી બેમુખ કરવા વાળો છે. બાપ કહે
છે-બાળકો, પરમાત્મા સો હમ આત્મા કહેવું આ બિલકુલ ખોટું છે. હમણાં આપ બાળકોને વર્ણોનું
પણ રહસ્ય સમજાવ્યું છે. હમ સો બ્રાહ્મણ છીએ ફરી દેવતા બનવાં માટે પુરુષાર્થ કરીએ
છીએ. પછી હમ સો દેવતા બની ક્ષત્રિય વર્ણમાં આવશું. બીજા કોઈને થોડી ખબર છે - આપણે
કેવી રીતે ૮૪ જન્મ લઈએ છીએ? કયા કુળમાં લઈએ છીએ? તમે હમણાં સમજો છો આપણે બ્રાહ્મણ
છીએ, બાબા તો બ્રાહ્મણ નથી. તમે જ આ વર્ણોમાં આવો છો. હવે બ્રાહ્મણ ધર્મમાં એડોપ્ટ
કર્યા છે. શિવબાબા દ્વારા પ્રજાપિતા બ્રહ્મા ની સંતાન બન્યાં છો. આ પણ જાણો છો
નિરાકારી આત્માઓ વાસ્તવમાં ઈશ્વરીય કુળની છે. નિરાકારી દુનિયામાં રહેવાવાળી છે. પછી
સાકારી દુનિયામાં આવે છે. પાર્ટ ભજવવા આવવું પડે છે. ત્યાંથી આવી પછી આપણે દેવતા
કુળમાં ૮ જન્મ લીધાં, પછી આપણે ક્ષત્રિય કુળમાં છે, વૈશ્ય કુળમાં જઈએ છીએ. બાપ
સમજાવે છે તમે આટલાં જન્મ દેવીકુળમાં લીધાં પછી આટલાં જન્મ ક્ષત્રિય કુળમાં લીધાં.
૮૪ જન્મો નું ચક્ર છે. તમારા વગર આ જ્ઞાન બીજા કોઈને મળી ન શકે. જે આ ધર્મનાં હશે એ
જ અહીંયા આવશે. રાજધાની સ્થાપન થઈ રહી છે. કોઈ રાજા-રાણી કોઈ પ્રજા બનશે. સૂર્યવંશી
લક્ષ્મી-નારાયણ ધી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ-૮ ગાદી ચાલે છે પછી ક્ષત્રિય ધર્મમાં પણ
ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એમ ચાલે છે. આ બધી વાતો બાપ સમજાવે છે. જ્ઞાનનાં સાગર જ્યારે
આવે છે તો ભક્તિ ખલાસ થઈ જાય છે. રાત સમાપ્ત થઈ દિવસ થાય છે. ત્યાં કોઈ પણ પ્રકારનાં
ધક્કા નથી હોતાં. આરામ જ આરામ છે, કોઈ હંગામો નથી. આ પણ ડ્રામા બનેલો છે. ભક્તિ
કલ્ટ માં જ બાપ આવે છે. બધાં ને પાછાં જરુર જવાનું છે પછી નંબરવાર ઉતરે છે.
ક્રાઈસ્ટ આવશે તો પછી તેમનાં ધર્મ વાળા પણ આવતા રહેશે. હમણાં જુઓ કેટલાં ક્રિશ્ચિયન
છે. ક્રાઈસ્ટ થઈ ગયાં ક્રિશ્ચિયન ધર્મનું બીજ. આ દેવી-દેવતા ધર્મનું બીજ છે પરમપિતા
પરમાત્મા શિવ. તમારો ધર્મ સ્થાપન કરે છે પરમપિતા પરમાત્મા. તમને બ્રાહ્મણ ધર્મમાં
કોણ લાવ્યું? બાપે એડોપ્ટ કર્યા તો તેમનાથી નાનો બ્રાહ્મણ ધર્મ થયો. બ્રાહ્મણોની
ચોટી ગવાયેલી છે. આ છે નિશાની ચોટી પછી નીચે આવો તો શરીર વધતું જાય છે. આ બધી વાતો
બાપ જ બેસી સમજાવે છે. જે બાપ કલ્યાણકારી છે એજ આવીને ભારતનું કલ્યાણ કરે છે. સૌથી
અધિક કલ્યાણ તો આપ બાળકોનું જ કરે છે. તમે શું થી શું બની જાઓ છો! તમે અમરલોક નાં
માલિક બની જાઓ છો. હમણાં જ તમે કામ પર વિજય પામો છો. ત્યાં અકાળે મૃત્યુ થતું નથી.
મરવાની વાત નથી. બાકી વસ્ત્ર તો બદલશો ને. જેમ સાપ એક ખાલ ઉતારી બીજી લે છે. અહીંયા
પણ તમે આ જૂની ખાલ છોડી નવી દુનિયામાં નવી ખાલ લેશો. સતયુગ ને કહેવાય છે ગાર્ડન ઓફ
ફ્લાવર્સ(ફૂલો નો બગીચો). ક્યારે કોઈ કુવચન ત્યાં નથી નીકળતાં. અહીંયા તો છે જ
કુસંગ. માયા નો સંગ છે ને એટલે આનું નામ જ છે રૌરવ નર્ક. જગ્યા જૂની થાય છે તો
મ્યુનિસિપાલ્ટી વાળા પહેલે થી જ ખાલી કરાવી દે છે. બાપ પણ કહે છે જ્યારે જૂની દુનિયા
થાય છે ત્યારે હું આવું છું.
જ્ઞાન થી સદ્દગતિ થઈ જાય છે. રાજયોગ શીખવાડાય છે. ભક્તિમાં તો કાંઈ પણ નથી. હાં,
જેમ દાન-પુણ્ય કરે છે તો અલ્પકાળ માટે સુખ મળે છે. રાજાઓને પણ સન્યાસી લોકો વૈરાગ્ય
અપાવે છે, આ તો કાગ વિષ્ટા સમાન સુખ છે. હમણાં આપ બાળકોને બેહદનો વૈરાગ્ય શીખવાડાય
છે. આ છે જ જૂની દુનિયા, હવે સુખધામ ને યાદ કરો, પછી વાયા શાંતિધામ અહિંયા આવવાનું
છે. દેલવાડા મંદિર માં હૂબહૂ તમારું આ સમયનું યાદગાર છે. નીચે તપસ્યામાં બેઠાં છો,
ઉપર માં છે સ્વર્ગ. નહીં તો સ્વર્ગ ક્યાં દેખાડે. મનુષ્ય મરે છે તો કહેશે સ્વર્ગ
પધાર્યા. સ્વર્ગ ને ઉપર માં સમજે છે, પરંતુ ઉપર માં કાંઈ છે નહીં. ભારત જ સ્વર્ગ,
ભારત જ નર્ક બને છે. આ મંદિર પૂરું યાદગાર છે. આ મંદિર વગેરે બધાં પાછળ થી બને છે.
સ્વર્ગમાં ભક્તિ હોતી નથી. ત્યાં તો સુખ જ સુખ છે. બાપ આવીને બધું રહસ્ય સમજાવે છે.
બીજા બધી આત્માઓનાં નામ બદલાય છે, શિવનું નામ નથી બદલાતું. એમને પોતાનું શરીર છે નહીં.
શરીર વગર ભણાવશે કેવી રીતે! પ્રેરણા ની તો કોઈ વાત જ નથી. પ્રેરણા નો અર્થ છે વિચાર.
એવું નહીં, ઉપર થી પ્રેરણા કરશે અને પહોંચી જશે, આમાં પ્રેરણાની કોઈ વાત નથી. જે
બાળકોને બાપ ની પૂરી ઓળખ નથી, પૂરો નિશ્ચય નથી તેમની બુદ્ધિમાં યાદ પણ રહેતી નથી.
અમને કોણ શીખવાડી રહ્યાં છે, તે જાણતાં નથી તો યાદ કોને કરશે? બાપ ની યાદ થી જ તમારા
વિકર્મ વિનાશ થશે. જે જન્મ-જન્માંતર લિંગ ને જ યાદ કરે છે, સમજે છે આ પરમાત્મા છે,
તેમનું આ ચિન્હ છે, એ છે નિરાકાર, સાકાર નથી. બાપ કહે છે મારે પણ પ્રકૃતિનો આધાર
લેવો પડે છે. નહીં તો તમને સૃષ્ટિ ચક્ર નું રહસ્ય કેવી રીતે સમજાવું. આ છે રુહાની
નોલેજ. રુહો ને જ આ નોલેજ મળે છે. આ નોલેજ એક બાપ જ આપી શકે છે. પુનર્જન્મ તો લેવાનાં
જ છે. બધાં એક્ટર્સ ને પાર્ટ મળેલો છે. નિર્વાણ માં કોઈ પણ જઈ નથી શકતું. મોક્ષને
પામી નથી શકતાં. જે નંબરવન વિશ્વનાં માલિક બને છે એજ ૮૪ જન્મો માં આવે છે. ચક્ર
જરુર લગાવવાનું છે. મનુષ્ય સમજે છે મોક્ષ મળે છે, કેટલાં મત-મતાંતર છે. વૃદ્ધિને
પામતા જ રહે છે. પાછું કોઈ પણ જતું નથી. બાપ જ ૮૪ જન્મો ની કહાની બતાવે છે. આપ
બાળકોએ ભણી ને પછી ભણાવવાનું છે. આ રુહાની નોલેજ તમારા સિવાય બીજું કોઈ આપી ન શકે.
ન શુદ્ર, ન દેવતાઓ આપી શકે. સતયુગમાં દુર્ગતિ થતી નથી જે નોલેજ મળે. આ નોલેજ છે જ
સદ્દગતિનાં માટે. સદ્દગતિ દાતા લિબરેટર ગાઈડ (મુક્તિદાતા માર્ગદર્શક) એક જ છે.
સિવાય યાદની યાત્રા વગર કોઈ પણ પવિત્ર બની ન શકે. સજાઓ જરુર ખાવી પડશે. પદ પણ
ભ્રષ્ટ થઈ જશે. બધાનાં હિસાબ-કિતાબ ચૂકતું તો થવાનાં છે ને. તમને તમારી જ વાત સમજાવે
છે બીજા ધર્મોમાં જવાની શું પડી છે. ભારતવાસીઓને જ આ નોલેજ મળે છે. બાપ પણ ભારતમાં
જ આવીને ૩ ધર્મ સ્થાપન કરે છે. હમણાં તમને શુદ્ર ધર્મ થી નીકાળી ઊંચ કુળમાં લઈ જાય
છે. તે છે નીંચ પતિત કુળ, હવે પાવન બનાવવા માટે તમે બ્રાહ્મણ નિમિત્ત બનો છો. આને
રુદ્ર જ્ઞાન યજ્ઞ કહેવાય છે. રુદ્ર શિવબાબાએ યજ્ઞ રચ્યો છે, આ બેહદનાં યજ્ઞમાં આખી
જૂની દુનિયાની આહુતિ પડવાની છે. પછી નવી દુનિયા સ્થાપન થઈ જશે. જૂની દુનિયા ખતમ
થવાની છે. તમે આ નોલેજ લો જ છો નવી દુનિયાનાં માટે. દેવતાઓનો પડછાયો જૂની દુનિયામાં
નથી પડતો. આપ બાળકો જાણો છો કે કલ્પ પહેલાં જે આવ્યાં હશે એ જ આવીને આ નોલેજ લેશે.
નંબરવાર પુરુષાર્થ અનુસાર ભણતર ભણશે. મનુષ્ય અહીંયા જ શાંતિ ઈચ્છે છે. હવે આત્મા તો
છે જ શાંતિધામની રહેવાવાળી. બાકી અહીંયા શાંતિ કેવી રીતે થઈ શકે. આ સમયે તો ઘર-ઘરમાં
અશાંતિ છે. રાવણ રાજ્ય છે ને. સતયુગમાં બિલકુલ જ શાંતિનું રાજ્ય હોય છે. એક ધર્મ,
એક ભાષા હોય છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જુની
દુનિયા થી બેહદનાં વૈરાગી બની પોતાનાં દેહને પણ ભૂલી શાંતિધામ અને સુખધામ ને યાદ
કરવાનું છે. નિશ્ચય બુદ્ધિ બની યાદ ની યાત્રા માં રહેવાનું છે.
2. હમ સો, સો હમ નાં મંત્ર ને યથાર્થ સમજી ને હવે બ્રાહ્મણ સો દેવતા બનવાનો
પુરુષાર્થ કરવાનો છે. બધાં ને આનો યથાર્થ અર્થ સમજાવવાનો છે.
વરદાન :-
ત્રણ સેવાઓનાં
બેલેન્સ ( સંતુલન ) દ્વારા સર્વ ગુણો ની અનુભૂતિ કરવાવાળા ગુણમૂર્ત ભવ
જે બાળકો સંકલ્પ, બોલ
અને દરેક કર્મ દ્વારા સેવા પર તત્પર રહે છે એ જ સફળતામૂર્ત બને છે. ત્રણેયમાં
માર્ક્સ સમાન છે, આખાં દિવસમાં ત્રણેય સેવાઓનું બેલેન્સ છે તો પાસ વિદ ઓનર કે
ગુણમૂર્ત બની જાય છે. તેમનાં દ્વારા સર્વ દિવ્ય ગુણોનો શ્રુંગાર સ્પષ્ટ દેખાય છે.
એક બીજાને બાપનાં ગુણોનો કે સ્વયંની ધારણાનાં ગુણોનો સહયોગ આપવો જ ગુણમૂર્ત બનવું
છે કારણકે ગુણદાન સૌથી મોટું દાન છે.
સ્લોગન :-
નિશ્ચય રુપી
ફાઉન્ડેશન (પાયો) પાક્કું છે તો શ્રેષ્ઠ જીવનનો અનુભવ સ્વતઃ થાય છે.