22-03-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠા બાળકો - બાપ ને જ્ઞાની તું આત્મા બાળકો જ પ્રિય છે એટલે બાપ સમાન માસ્ટર જ્ઞાનસાગર બનો”

પ્રશ્ન :-
કલ્યાણકારી યુગમાં બાપ બધાં બાળકો ને કઈ સ્મૃતિ અપાવે છે?

ઉત્તર :-
બાળકો તમને પોતાનું ઘર છોડે ૫ હજાર વર્ષ થયાં છે. તમે ૫ હજાર વર્ષ માં ૮૪ જન્મ લીધાં, હવે આ અંતિમ જન્મ છે, વાનપ્રસ્થ અવસ્થા છે એટલે હવે ઘરે જવાની તૈયારી કરો પછી સુખધામમાં આવશો. ભલે ગૃહસ્થ વ્યવહાર માં રહો પરંતુ આ અંતિમ જન્મ માં પવિત્ર બની બાપ ને યાદ કરો.

ગીત :-
મહેફિલ મેં જલ ઉઠી શમા…

ઓમ શાંતિ!
બાળકોએ આ સમજ્યું છે કે ભગવાન એક છે, ગોડ ઈઝ વન. બધી આત્માઓનાં પિતા એક છે. એમને પરમપિતા પરમાત્મા કહેવાય છે. સૃષ્ટિનાં રચયિતા એક છે. અનેક હોઈ જ ન શકે. આ સિદ્ધાંત અનુસાર મનુષ્ય પોતાને ભગવાન કહી ન શકે. હમણાં તમે ઈશ્વરીય સર્વિસનાં નિમિત્ત બન્યાં છો. ઈશ્વર નવી દુનિયા સ્થાપન કરી રહ્યાં છે, જેને સતયુગ કહેવાય છે, એનાં માટે તમે લાયક બની રહ્યાં છો. સતયુગમાં કોઈ પતિત નથી રહેતાં. હમણાં તમે પાવન બની રહ્યાં છો. કહે છે પતિત-પાવન હું છું અને આપ બાળકોને શ્રેષ્ઠ મત આપું છું કે મુજ પોતાનાં નિરાકાર બાપ ને યાદ કરવાથી તમે પતિત તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. યાદ રુપી યોગ અગ્નિ થી તમારા પાપ નાશ થઈ જશે. સાધુ વગેરે તો કહી દે છે ઈશ્વર સર્વવ્યાપી છે. એક તરફ કહે ભગવાન એક છે પછી અહીંયા તો ઘણાં પોતાને ભગવાન કહેવડાવે છે. શ્રી-શ્રી ૧૦૮ જગતગુરુ કહેવડાવે છે. હવે જગતનાં ગુરુ તો એક જ બાપ છે. આખાં જગત ને પાવન બનાવવા વાળા એક પરમાત્મા આખી દુનિયા ને મુક્ત કરે છે દુઃખ થી. એજ દુઃખહર્તા સુખકર્તા છે. મનુષ્યો ને આ નથી કહી શકાતું. આ પણ આપ બાળકો સમજો છો. આ છે જ પતિત દુનિયા. બધાં પતિત છે. પાવન દુનિયામાં છે યથા મહારાજા-મહારાણી તથા પ્રજા. સતયુગમાં પૂજ્ય મહારાજા-મહારાણી હોય છે. પછી ભક્તિમાર્ગ માં પુજારી બની જાય છે. સતયુગમાં જે મહારાજા-મહારાણી છે, એ જ્યારે બે કળાઓ ઓછી થાય છે તો રાજા-રાણી કહેવાય છે. આ બધી વાતો ડીટેલ (વિસ્તાર) ની છે. નહીં તો એક સેકન્ડમાં જીવનમુક્તિ. બાપ સમજાવે છે ભલે ગૃહસ્થ વ્યવહાર માં રહો પરંતુ આ અંતિમ જન્મ પવિત્ર રહો. હમણાં વાનપ્રસ્થ વ્યવસ્થા છે. વાનપ્રસ્થ કે શાંતિધામ એક જ વાત છે. અહીંયા આત્માઓ બ્રહ્મ તત્વ માં રહે છે, જેને બ્રહ્માંડ કહે છે. હકીકતમાં આત્માઓ કોઈ ઈંડા જેવી નથી. આત્મા તો સ્ટાર છે. બાબાએ સમજાવ્યું છે જે પણ આત્માઓ છે આ ડ્રામામાં એક્ટર્સ છે. જેમ એક્ટર્સ નાટક માં ડ્રેસ બદલે છે, ભિન્ન-ભિન્ન પાર્ટ ભજવે છે, આ પણ બેહદનું નાટક છે. આત્માઓ આ સૃષ્ટિ પર ૫ તત્વોનાં બનેલાં શરીરમાં પ્રવેશ કરી પાર્ટ ભજવે છે - શરુંથી લઈને. પરમાત્મા અને બ્રહ્મા, વિષ્ણુ, શંકર બધાં એક્ટર્સ છે. નાટક માં ભિન્ન-ભિન્ન પ્રકારનાં ડ્રેસ મળે છે પાર્ટ ભજવવાં. ઘરમાં આત્માઓ બધી શરીર નાં વગર રહે છે. પછી જ્યારે ૫ તત્વો નું શરીર તૈયાર થાય છે, ત્યારે એમાં પ્રવેશ કરે છે. ૮૪ શરીર મળે છે તો નામ પણ એટલાં બદલાય છે. આત્મા નું નામ એક છે. હવે શિવબાબા તો છે જ પતિત-પાવન. એમને પોતાનું શરીર નથી. શરીર નો આધાર લેવો પડે છે. કહે છે મારું નામ શિવ જ છે. ભલે જૂનાં શરીરમાં આવું છું. એમનાં શરીરનું નામ પોતાનું છે. એમનું વ્યક્ત નામ છે, પછી અવ્યક્ત નામ પડે છે. એક ધર્મ વાળા બીજા ધર્મમાં જાય છે તો નામ બદલાય છે. તમે પણ શૂદ્ર ધર્મ થી બદલાઈ બ્રાહ્મણ ધર્મમાં આવ્યાં છો તો નામ બદલાય છે. તમે લખો છો શિવબાબા થ્રુ (વાયા) બ્રહ્મા. શિવબાબા પરમપિતા પરમાત્મા છે, એમનું નામ નથી બદલાતું. શિવબાબા બ્રહ્મા દ્વારા સ્થાપના કરાવી રહ્યાં છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની. જે પ્રાયઃલોપ થઈ ગયો છે, જે પાવન પૂજ્ય હતાં તે જ પતિત પૂજારી બન્યાં છે. ૮૪ જન્મ પૂરા કર્યા છે. હવે ફરીથી દેવી-દેવતા ધર્મ સ્થાપન થાય છે. ગવાયું છે પરમપિતા પરમાત્મા આવીને બ્રહ્મા દ્વારા ફરીથી સ્થાપના કરે છે તો બ્રાહ્મણ જરુર જોઈએ. બ્રહ્મા અને બ્રાહ્મણ ક્યાંથી આવ્યાં? શિવબાબા આવીને બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે. કહે છે તમે અમારા છો. શિવબાબાનાં બાળકો તો છો જ પછી બ્રહ્મા દ્વારા પૌત્ર થઈ જાઓ છો. પિતા તો એક જ છે આખી પ્રજાનાં. આટલાં બધાં બાળકો કુમાર-કુમારીઓ છે. તેમને શિવબાબા બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે. મનુષ્યો ને ખબર થોડી છે. બાપ આવીને આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન કરે છે. તો એવું નથી કે નવેસર આવતાં રહે છે. જેમ દેખાડે છે પ્રલય થઈ પછી પત્તા પર સાગરમાં આવ્યાં… હવે આ તો બધી વાર્તાઓ બનાવેલી છે. આ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થતી રહે છે. આત્મા અમર છે. તેમાં પાર્ટ પણ અમર છે. પાર્ટ ક્યારેય ઘસાતો નથી. સતયુગમાં એ જ લક્ષ્મી-નારાયણની સૂર્યવંશી રાજધાની ચાલી આવી છે. ક્યારેય બદલાતી નથી. દુનિયા નવી થી જૂની, જૂની થી નવી થતી રહે છે. દરેક ને અવિનાશી પાર્ટ મળેલો છે. બાપ કહે છે ભક્તિમાર્ગ માં ભક્ત જેવી-જેવી ભાવનાથી ભક્તિ કરે છે તેવાં સાક્ષાત્કાર કરાવું છું. કોઈ ને હનુમાન નો, ગણેશ નો પણ સાક્ષાત્કાર કરાવું છું. તેમની એ શુભ ભાવના પૂરી કરું છું. આ પણ ડ્રામા માં નોંધ છે. મનુષ્ય પછી સમજે છે કે ભગવાન બધામાં છે એટલે સર્વવ્યાપી કહી દે છે. ભક્ત માળા પણ છે, મેલ્સ (પુરુષ) માં નારદ શિરોમણી ગવાય છે. ફિમેલ (સ્ત્રી) માં મીરા. ભક્તમાળા અલગ છે, રુદ્ર માળા અલગ છે, જ્ઞાનની માળા અલગ છે. ભક્તો ની માળા ક્યારે પુજાતી નથી. રુદ્ર માળા પૂજાય છે. ઉપર છે ફૂલ પછી મેરુ….પછી છે બાળકો, જે રાજગાદી પર બેસે છે. રુદ્ર માળા જ વિષ્ણુ ની માળા છે. ભક્તો ની માળા નું ફક્ત ગાયન થાય છે. આ રુદ્ર માળા તો બધાં ફેરવે છે. તમે ભક્ત નથી જ્ઞાની છો. બાપ કહે છે મને જ્ઞાની તું આત્મા પ્રિય લાગે છે. બાપ જ જ્ઞાનનાં સાગર છે, આપ બાળકોને જ્ઞાન આપી રહ્યાં છે. માળા પણ તમારી પૂજાય છે. ૮ રત્નો નું પણ પૂજન થાય છે કારણ કે જ્ઞાની તું આત્મા છે તો એમની પૂજા થાય છે. વીંટી બનાવીને પહેરે છે કારણ કે એ ભારત ને સ્વર્ગ બનાવે છે. પાસ વિથ ઓનર થાય છે તો એમનું ગાયન છે. ૯ મો દાણો વચ્ચમાં શિવબાબા ને રાખે છે. એને કહે છે ૯ રત્ન. આ છે વિસ્તાર થી સમજણ. બાપ તો ફક્ત કહે છે બાપ અને વારસા ને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે પછી તમે ચાલ્યાં જશો. પતિત આત્માઓ પાવન દુનિયામાં જઈ ન શકે. અહીંયા બધાં પતિત છે. દેવતાઓનાં શરીર તો પવિત્ર નિર્વિકારી છે. તે છે પૂજ્ય, યથા રાજા-રાણી તથા પ્રજા પૂજ્ય છે. અહીંયા બધાં છે પૂજારી. ત્યાં દુઃખની વાત નથી. તેને કહેવાય છે સ્વર્ગ, સુખધામ. ત્યાં સુખ, સંપત્તિ, શાંતિ બધું હતું. હવે તો કંઈ નથી એટલે આને નર્ક, એને સ્વર્ગ કહેવાય છે. આપણે આત્માઓ શાંતિધામ માં રહેવા વાળી છીએ. ત્યાંથી આવીએ છે પાર્ટ ભજવવાં. ૮૪ જન્મ પૂરા ભોગવવાં પડે છે. હમણાં દુઃખધામ છે પછી આપણે જઈએ છીએ શાંતિધામ પછી સુખધામ માં આવીશું. બાપ સુખધામ નાં માલિક બનાવવાં, મનુષ્ય થી દેવતા બનાવવા પુરુષાર્થ કરાવી રહ્યાં છે. તમારો છે આ સંગમયુગ. બાપ કહે છે હું કલ્પ નાં સંગમયુગે આવું છું, યુગે-યુગે નહીં. હું સંગમયુગ માં એક જ વખત સૃષ્ટિને બદલવા આવું છું. સતયુગ હતો, હવે કળયુગ છે પછી સતયુગ આવવો જોઈએ, આ છે કલ્યાણકારી સંગમયુગ. બધાનું કલ્યાણ થવાનું છે, બધાને રાવણ ની જેલ થી છોડાવે છે. આને દુઃખહર્તા સુખકર્તા કહેવાય છે. અહીંયા બધાં દુઃખી છે. તમે પુરુષાર્થ કરો છો સુખધામમાં જવા માટે. સુખધામ જવું છે તો પહેલા શાંતિધામ માં જવાનું છે. તમને પાર્ટ ભજવતાં-ભજવતાં ૫ હજાર વર્ષ થયાં છે. બાપ સમજાવે છે તમને પોતાનું ઘર છોડે ૫ હજાર વર્ષ થયાં છે. એમાં તમે ભારતવાસીઓ એ ૮૪ જન્મ લીધાં છે. હવે તમારો અંતિમ જન્મ છે, બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. બધાએ જવાનું છે. ગાયન પણ છે જ્ઞાનનાં સાગર કે રુદ્ર. આ છે શિવ જ્ઞાન યજ્ઞ. પતિત-પાવન શિવ છે, પરમાત્મા પણ શિવ છે. રુદ્ર નામ ભક્તોએ રાખી દીધું છે. એમનું અસલ નામ એક જ શિવ છે. શિવબાબા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સ્થાપન કરાવે છે. બ્રહ્મા એક જ છે. આ પતિત પછી એ જ બ્રહ્મા પાવન બને છે તો ફરિશ્તા બની જાય છે. જે સૂક્ષ્મ વતનમાં દેખાડે છે, તે બીજા બ્રહ્મા નથી. બ્રહ્મા એક છે. આ વ્યક્ત તે અવ્યક્ત. આ સંપૂર્ણ પાવન થઈ જશે તો સૂક્ષ્મવતન માં દેખાશે. ત્યાં હાડકાં વગેરે હોતું નથી. જેમ બ્રહ્માએ સમજાવ્યું હતું - જે આત્માને શરીર નથી મળતું તો તે ભટકતી રહે છે. એને ભૂત કહેવાય છે. જ્યાં સુધી શરીર મળે ત્યાં સુધી ભટકે છે. કોઈ સારી હોય છે, કોઈ ખરાબ હોય છે. તો બાપ દરેક વાતની સમજણ આપે છે. એ જ્ઞાનનાં સાગર છે તો જરુર સમજાવશે ને. એક સેકન્ડમાં જીવનમુક્તિ છે. અલ્ફ અને બે ને યાદ કરો તો સેકન્ડમાં જીવનમુક્તિ નો વારસો મળશે. કેટલું સહજ છે. નામ જ છે સહજ રાજયોગ. તે સમજે છે ભારત નો યોગ આ હતો. પરંતુ તે સન્યાસીઓ નો હઠયોગ છે. આ તો બિલકુલ જ સહજ છે. યોગ એટલે યાદ. એમનો છે હઠયોગ. આ છે સહજ. બાપ કહે છે મને આ પ્રકારે યાદ કરો. કોઈ લોકેટ વગેરે લગાડવાની જરુરત નથી. તમે તો બાળકો છો બાપનાં. બાપ ને ફક્ત યાદ કરો. તમે અહીંયા પાર્ટ ભજવવાં આવ્યાં છો. હવે બધાએ પાછાં ઘરે જવાનું છે પછી એજ પાર્ટ ભજવવાનો છે. ભારતવાસી જ સૂર્યવંશી, ચંદ્રવંશી, વૈશ્યવંશી, શુદ્રવંશી બને છે. આ વચ્ચમાં બીજા ધર્મ વાળા પણ આવે છે. ૮૪ જન્મ તમે લો છો. પછી તમારે જ નંબરવન માં જવાનું છે. પછી તમે સતયુગમાં આવશો તો બીજા બધાં શાંતિધામ માં હશે. બીજા ધર્મ વાળાનાં વર્ણ નથી. વર્ણ ભારતનાં જ છે. તમે જ સૂર્યવંશી-ચંદ્રવંશી બન્યાં હતાં. હમણાં બ્રાહ્મણ વર્ણ માં છો. બ્રહ્મા વંશી બ્રાહ્મણ બન્યાં છો. આ બધી વાતો બાપ બેસી સમજાવે, જેમની બુદ્ધિમાં ધારણા નથી થઈ શકતી એમને કહે છે ફક્ત બાપ ને યાદ કરો. જેમ બાપને જાણવાથી બાળકો ને ખબર પડી જાય છે આ મિલકત છે. બાળકી ને તો વારસો નથી મળતો. અહીંયા તમે બધાં શિવબાબા નાં બાળકો છો, બધાનો હક છે. મેલ (પુરુષ) અથવા ફિમેલ (સ્ત્રી) બધાનો હક છે. બધાને શીખવાડવાનું છે - શિવબાબા ને યાદ કરો. જેટલું યાદ કરશો એટલાં વિકર્મ વિનાશ થશે, પતિત થી પાવન બનશે. આત્મામાં જે ખાદ પડી છે તે નીકળે કેવી રીતે? બાપ કહે છે યોગ થી જ તમારી ખાદ ખતમ થઇ જશે. આ પતિત શરીર તો અહીંયા જ છોડવાનું છે. આત્મા પવિત્ર બની જશે. બધાં મચ્છરો સદ્રશ્ય જશે. બુદ્ધિ પણ કહે છે સતયુગ માં ખૂબ જ થોડાં હોય છે. આ વિનાશમાં કેટલાં મનુષ્ય મરશે. બાકી થોડાં જઈને રહેશે. રાજાઓ તો થોડાં રહેશે, બાકી ૯ લાખ પ્રજા સતયુગમાં રહે છે. આનાં પર ગાએ પણ છે ને - ૯ લાખ તારા, એટલે પ્રજા. ઝાડ પહેલા નાનું હોય છે પછી વૃદ્ધિ ને પામે છે. હમણાં તો કેટલી આત્માઓ છે. બાપ આવે છે બધાનાં ગાઇડ (માર્ગદર્શક) બનીને લઈ જાય છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યોગ અગ્નિ થી વિકર્મો ની ખાદ ને ભસ્મ કરી પાવન બનવાનું છે. હવે વાનપ્રસ્થ અવસ્થા છે એટલે પાછાં ઘરે જવા માટે સંપૂર્ણ સતોપ્રધાન બનવાનું છે.

2. આ કલ્યાણકારી યુગ માં બાપ સમાન દુઃખહર્તા સુખકર્તા બનવાનું છે.

વરદાન :-
સાધારણતા ને સમાપ્ત કરી મહાનતા નો અનુભવ કરવા વાળા શ્રેષ્ઠ પુરુષાર્થી ભવ

જે શ્રેષ્ઠ પુરુષાર્થી બાળકો છે તેમનો દરેક સંકલ્પ મહાન હશે કારણ કે એમનાં દરેક સંકલ્પ, શ્વાસ માં સ્વતઃ બાપ ની યાદ હશે. જેમ ભક્તિમાં કહે છે અનહદ શબ્દ સંભળાય, અજપાજાપ ચાલતો રહે, એવો પુરુષાર્થ નિરંતર હોય આને કહેવાય છે શ્રેષ્ઠ પુરુષાર્થ. યાદ કરવું ન પડે, સ્વતઃ યાદ આવતી રહે ત્યારે સાધારણતા ખતમ થતી જશે અને મહાનતા આવતી જશે - આ જ છે આગળ વધવાની નિશાની.

સ્લોગન :-
મનન શક્તિ દ્વારા સાગરનાં તળિયા માં જવાવાળા જ રત્નો નાં અધિકારી બને છે.