05-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - અહીંયા
તમારું બધુંજ ગુપ્ત છે , એટલે તમારે કોઈ પણ ઠાઠ નથી કરવાનાં , પોતાની નવી રાજધાની
નાં નશા માં રહેવાનું છે ”
પ્રશ્ન :-
શ્રેષ્ઠ ધર્મ
અને દૈવી કર્મ ની સ્થાપના માટે આપ બાળકો કઈ મહેનત કરો છો?
ઉત્તર :-
તમે હમણાં ૫ વિકારો ને છોડવાની મહેનત કરો છો, કારણ કે આ વિકારોએ જ બધાને ભ્રષ્ટ
બનાવ્યાં છે. તમે જાણો છો આ સમયે બધાં દૈવી ધર્મ અને કર્મ થી ભ્રષ્ટ છે. બાપ જ
શ્રીમત આપીને શ્રેષ્ઠ ધર્મ શ્રેષ્ઠ દૈવી કર્મ ની સ્થાપના કરે છે. તમે શ્રીમત પર ચાલી
બાપ ની યાદ થી વિકારો પર વિજય પામો છો. ભણતર થી સ્વયં સ્વયં ને રાજતિલક આપો છો.
ગીત :-
તુમ્હેં પાકે
…
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકોએ આ ગીત સાંભળ્યું. રુહાની બાળકો જ કહે છે કે બાબા. બાળકો જાણે છે આ
બેહદનાં બાપ, બેહદનું સુખ આપવા વાળા છે અર્થાત્ એ બધાનાં બાપ છે. એમને બધાં બેહદનાં
બાળકો, આત્માઓ યાદ કરતાં રહે છે. કોઈને કોઈ પ્રકાર થી યાદ કરે છે પરંતુ તેમને આ ખબર
નથી કે આપણને એ પરમપિતા પરમાત્મા થી વિશ્વની બાદશાહી મળે છે. તમે જાણો છો આપણ ને
બાપ જે સતયુગી વિશ્વની બાદશાહી આપે છે, તે અટલ અખંડ, અડોલ છે, તે આપણી બાદશાહી ૨૧
જન્મ કાયમ રહે છે. આખાં વિશ્વ પર આપણી રાજાઈ રહે છે જેને કોઈ છીનવી નથી શકતું, લૂટી
નથી શકતું. આપણી રાજાઈ છે અડોલ કારણ કે ત્યાં એક જ ધર્મ છે, દ્વૈત છે નહીં. તે છે
અદ્વૈત રાજ્ય. બાળકો જ્યારે પણ ગીત સાંભળે છે તો પોતાની રાજધાની નો નશો આવવો જોઈએ.
આવાં-આવાં ગીત ઘરમાં હોવાં જોઈએ. તમારું બધુંજ છે ગુપ્ત અને મોટા-મોટા વ્યક્તિઓ નો
ખુબ ઠાઠ હોય છે. તમને કોઈ ઠાઠ નથી. તમે જુઓ છો બાબાએ જેમનામાં પ્રવેશ કર્યો છે તે
પણ કેટલાં સાધારણ રહે છે. આ પણ બાળકો જાણે છે અહીંયા દરેક મનુષ્ય અનરાઈટીયસ (ખોટાં)
છી-છી કામ જ કરે છે, એટલે બેસમજ કહેવાય છે. બુદ્ધિ ને બિલકુલ જ તાળું લાગેલું છે.
તમે કેટલાં સમજદાર હતાં. વિશ્વ નાં માલિક હતાં. હમણાં માયાએ આટલાં બેસમજ બનાવી દીધાં
છે જે કોઈ કામના જ નથી રહ્યાં. બાપની પાસે જવા માટે યજ્ઞ-તપ વગેરે ખુબ કરતાં રહે છે
પરંતુ મળતું કાંઈ પણ નથી. એમ જ ધક્કા ખાતા રહે છે. દિવસ-પ્રતિદિવસ અકલ્યાણ જ થતું
જાય છે. જેટલાં-જેટલાં મનુષ્ય તમોપ્રધાન થઇ જાય છે, એટલું-એટલું અકલ્યાણ થવાનું જ
છે. ઋષિ-મુનિ જેમનું ગાયન છે તે પવિત્ર રહેતાં હતાં. નેતી-નેતી કહેતાં હતાં. હમણાં
તમોપ્રધાન બની ગયાં છે તો કહે છે શિવોહમ્ તતત્વમ્, સર્વવ્યાપી છે, તારા-મારામાં
બધામાં છે. તે લોકો ફક્ત પરમાત્મા કહી દે છે. પરમપિતા ક્યારેય નહીં કહેશે. પરમપિતા,
એમને પછી સર્વવ્યાપી કહેવું આ તો રોંગ (ખોટું) થઈ જાય છે એટલે પછી ઈશ્વર કે પરમાત્મા
કહી દે છે. પિતા અક્ષર બુદ્ધિમાં નથી આવતો. કોઈ કહે પણ છે તો પણ કહેવા માત્ર. જો
પરમપિતા સમજે તો બુદ્ધિ એકદમ ચમકી ઉઠે. બાપ સ્વર્ગ નો વારસો આપે છે, એ છે જ હેવનલી
ગોડફાધર. પછી આપણે નર્ક માં કેમ પડ્યાં છીએ. હવે આપણે મુક્તિ-જીવનમુક્તિ કેવી રીતે
પામી શકીએ છીએ. આ કોઈની પણ બુદ્ધિમાં નથી આવતું. આત્મા પતિત બની ગઈ છે. આત્મા પહેલાંં
સતોપ્રધાન, સમજદાર હોય છે પછી સતો રજો તમો માં આવે છે, બેસમજ બની જાય છે. હમણાં તમને
સમજ આવી છે. બાબાએ આપણ ને આ સ્મૃતિ અપાવી છે. જ્યારે નવી દુનિયા ભારત હતું તો આપણું
રાજ્ય હતું. એક જ મત, એક જ ભાષા, એક જ ધર્મ, એક જ મહારાજા-મહારાણી નું રાજ્ય હતું,
પછી દ્વાપર માં વામમાર્ગ શરું થાય છે પછી દરેક નાં કર્મો ઉપર આધાર થઈ જાય છે. કર્મો
અનુસાર એક શરીર છોડી બીજું લે છે. હમણાં બાપ કહે છે હું તમને એવાં કર્મ શીખવાડું
છું જે ૨૧ જન્મ તમે બાદશાહી પામો છો. ભલે ત્યાં પણ હદ નાં બાપ તો મળે છે પરંતુ ત્યાં
જ્ઞાન રહેતું નથી કે આ રાજાઈ નો વારસો બેહદનાં બાપ નો આપેલો છે. પછી દ્વાપર થી રાવણ
રાજ્ય શરું થાય છે, વિકારી સંબંધ થઈ જાય છે. પછી કર્મો અનુસાર જન્મ મળે છે. ભારત
માં પૂજ્ય રાજાઓ પણ હતાં તો પૂજારી રાજાઓ પણ છે. સતયુગ-ત્રેતા માં બધાં પૂજ્ય હોય
છે. ત્યાં પૂજા કે ભક્તિ કોઈ હોતી નથી પછી દ્વાપર માં જ્યારે ભક્તિમાર્ગ શરું થાય
છે તો યથા રાજા-રાણી તથા પ્રજા પુજારી, ભગત બની જાય છે. મોટા થી મોટા રાજા જે
સૂર્યવંશી પૂજ્ય હતાં, એ જ પૂજારી બની જાય.
હમણાં તમે જે વાઈસલેસ (નિર્વિકારી) બનો છો, તેની પ્રાલબ્ધ ૨૧ જન્મ માટે છે. પછી
ભક્તિમાર્ગ શરું થાય છે. દેવતાઓનાં મંદિર બનાવીને પૂજા કરતાં રહે છે. આ ફક્ત ભારતમાં
જ થાય છે. ૮૪ જન્મો ની કહાની જે બાપ સંભળાવે છે, આ પણ ભારતવાસીઓનાં માટે છે. બીજા
ધર્મવાળા તો આવે જ પછી છે. પછી તો વૃદ્ધિ થતાં-થતાં અનેકાઅનેક થઈ જાય છે. વેરાઈટી
ભિન્ન-ભિન્ન ધર્મ વાળાનાં ફીચર્સ, દરેક વાતમાં ભિન્ન-ભિન્ન થઈ જાય છે. રીત-રિવાજ પણ
ભિન્ન-ભિન્ન હોય છે. ભક્તિમાર્ગ માટે સામગ્રી પણ જોઈએ. જેમ બીજ નાનું હોય છે, ઝાડ
કેટલું મોટું છે. ઝાડ નાં પત્તા વગેરે ગણતરી નથી કરી શકતાં. તેમ ભક્તિ નો પણ
વિસ્તાર થઈ જાય છે. અનેકાઅનેક શાસ્ત્ર બનાવતાં જાય છે. હવે બાપ બાળકો ને કહે છે - આ
ભક્તિમાર્ગ ની સામગ્રી બધી ખતમ થઇ જાય છે. હવે મુજ બાપ ને યાદ કરો. ભક્તિ નો પ્રભાવ
પણ ખુબ જ છે ને. કેટલી સુંદર છે, નાચ, તમાશો, ગાયન વગેરે કેટલાં ખર્ચા કરે છે. હવે
બાપ કહે છે મુજ બાપ ને અને વારસા ને યાદ કરો. આદિ સનાતન પોતાનાં ધર્મ ને યાદ કરો.
અનેક પ્રકારની ભક્તિ જન્મ-જન્માંતર તમે કરતાં આવ્યાં છો. સન્યાસી પણ આત્માઓનાં
રહેવાનાં સ્થાન, તત્વ ને પરમાત્મા સમજી લે છે. બ્રહ્મ કે તત્વ ને જ યાદ કરે છે.
હકીકત માં સન્યાસી જ્યારે સતોપ્રધાન છે તો તેમને જંગલમાં જઈને રહેવું છે શાંતિ માં.
એવું નથી કે તેમને બ્રહ્મ માં જઈને લીન થવું છે. તે સમજે છે બ્રહ્મની યાદ માં
રહેવાથી, શરીર છોડવાથી બ્રહ્મ માં લીન થઇ જઈશું. બાપ કહે છે - લીન કોઈ થઇ નથી શકતું.
આત્મા તો અવિનાશી છે ને, તે લીન કેવી રીતે થઈ શકે. ભક્તિમાર્ગ માં કેટલી માથાકૂટ કરે
છે, પછી કહે છે ભગવાન કોઈને કોઈ રુપ માં આવશે. હવે કોણ સાચું? તે કહે અમે બ્રહ્મ થી
યોગ લગાવી બ્રહ્મ માં લીન થઈ જઈશું. ગૃહસ્થ ધર્મવાળા કહે ભગવાન કોઈને કોઈ રુપમાં
પતિતો ને પાવન બનાવવા આવશે. એવું નથી કે ઉપર થી પ્રેરણા દ્વારા જ શીખવાડશે. ટીચર ઘરે
બેઠાં પ્રેરણા કરશે શું! પ્રેરણા અક્ષર છે નહીં. પ્રેરણા થી કોઈ કામ નથી થતું. ભલે
શંકર ની પ્રેરણા દ્વારા વિનાશ કહેવાય છે પરંતુ છે આ ડ્રામા ની નોંધ. તેમને આ મુસળ
વગેરે તો બનાવવાનાં જ છે. આ ફક્ત મહિમા ગવાય છે. કોઈ પણ પોતાનાં મોટાઓની મહિમા નથી
જાણતાં. ધર્મ સ્થાપક ને પણ ગુરુ કહી દે છે પરંતુ તે તો ફક્ત ધર્મ સ્થાપન કરે છે.
ગુરુ તેમને કહેવાય જે સદ્દગતિ કરે. તે તો ધર્મ સ્થાપન કરવા આવે છે, તેમની પાછળ તેમની
વંશાવલી આવતી રહે છે. સદ્દગતિ તો કોઈની કરતાં જ નથી. તો તેમને ગુરુ કેવી રીતે કહેશું.
ગુરુ તો એક જ છે જેમને સર્વનાં સદ્દગતિ દાતા કહેવાય છે. ભગવાન બાપ જ આવીને સર્વની
સદ્દગતિ કરે છે. મુક્તિ-જીવનમુક્તિ આપે છે. એમની યાદ ક્યારેય કોઈનાથી છૂટી નથી શકતી.
ભલે પતિ થી કેટલો પણ પ્રેમ હોય છતાં પણ હેં ભગવાન, હેં ઈશ્વર જરુર કહેશે કારણ કે એજ
સર્વ નાં સદ્દગતિ દાતા છે. બાપ બેસી સમજાવે છે, આ બધી રચના છે. રચયિતા બાપ હું છું.
સર્વ ને સુખ આપવા વાળા એક જ બાપ થયાં. ભાઈ, ભાઈ ને વારસો નથી આપી શકતાં. વારસો
હંમેશા બાપ થી મળે છે. આપ સર્વ બેહદનાં બાળકો ને બેહદનો વારસો આપું છું એટલે જ મને
યાદ કરે છે - હેં પરમપિતા, ક્ષમા કરો, રહેમ કરો. સમજતાં કાંઈ પણ નથી. ભક્તિમાર્ગ
માં અનેક પ્રકારની મહિમા કરે છે, આ પણ ડ્રામા પ્લાન અનુસાર પોતાનો પાર્ટ ભજવતાં રહે
છે. બાપ કહે છે હું કોઈ તેમનાં પોકારવા પર નથી આવતો. આ તો ડ્રામા બનેલો છે. ડ્રામા
માં મારા આવવાનો પાર્ટ નોંધાયેલો છે. અનેક ધર્મ વિનાશ, એક ધર્મની સ્થાપના અથવા
કળયુગનો વિનાશ, સતયુગ ની સ્થાપના કરવાની હોય છે. હું પોતાનાં સમય પર સ્વયં જ આવું
છું. આ ભક્તિમાર્ગ નો પણ ડ્રામા માં પાર્ટ છે. હમણાં જ્યારે ભક્તિમાર્ગ નો પાર્ટ
પૂરો થયો ત્યારે આવેલો છું. બાળકો પણ કહે છે, હવે અમે જાણી ગયાં, ૫ હજાર વર્ષનાં પછી
ફરીથી તમારી સાથે મળ્યાં છીએ. કલ્પ પહેલાં પણ બાબા તમે બ્રહ્મા તન માં જ આવ્યાં હતાં.
આ જ્ઞાન તમને હમણાં મળે છે પછી ક્યારેય નહીં મળશે. આ છે જ્ઞાન, તે છે ભક્તિ. જ્ઞાન
ની છે પ્રાલબ્ધ, ચઢતી કળા. સેકન્ડ માં જીવનમુક્તિ કહેવાય છે. કહે છે જનકે સેકન્ડમાં
જીવનમુક્તિ પામી. શું ફક્ત એક જનકે જીવનમુક્તિ પામી? જીવનમુક્તિ અર્થાંત્ જીવન ને
મુક્ત કરે છે, આ રાવણ રાજ્ય થી.
બાપ જાણે છે બધાં બાળકો ની કેટલી દુર્ગતિ થઈ ગઈ છે. તેમની ફરી સદ્દગતિ થવાની છે.
દુર્ગતિ થી પછી ઉંચ ગતિ, મુક્તિ-જીવનમુક્તિ ને પામે છે. પહેલાં મુક્તિમાં જઈને પછી
જીવનમુક્તિ માં આવશે. શાંતિ થી પછી સુખધામ માં આવશે. આ ચક્ર નું આખું રહસ્ય બાપે
સમજાવ્યું છે. તમારી સાથે બીજા પણ ધર્મ આવતાં જાય છે, મનુષ્ય સૃષ્ટિ વૃદ્ધિ ને પામે
છે. બાપ કહે છે આ સમયે આ મનુષ્ય સૃષ્ટિ નું ઝાડ તમોપ્રધાન જડ જડીભૂત થઈ ગયું છે. આદિ
સનાતન દેવી-દેવતા ધર્મ નું ફાઉન્ડેશન આખું સડી ગયું છે. બાકી બધાં ધર્મ ઉભાં છે.
ભારત માં એક પણ પોતાને આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં સમજતાં નથી. છે દેવતા ધર્મનાં
પરંતુ આ સમયે આ સમજતાં નથી - આપણે આદિ સનાતન દેવી-દેવતા ધર્મનાં હતાં કારણ કે
દેવતાઓ તો પવિત્ર હતાં. સમજે છે અમે તો પવિત્ર નથી. અમે અપવિત્ર પતિત પોતાને દેવતા
કેવી રીતે કહેશું? આ પણ ડ્રામા નાં પ્લાન અનુસાર રીત પડી જાય છે હિન્દુ કહેવાની.
જનસંખ્યા માં પણ હિંદુ ધર્મ લખી દે છે. ભલે ગુજરાતી હશે તો પણ હિન્દુ ગુજરાતી કહી
દેશે. તેમને પૂછો તો ખરા કે હિંદુ ધર્મ ક્યાંથી આવ્યો? તો કોઈને ખબર નથી ફક્ત કહી
દેશે - અમારો ધર્મ કૃષ્ણ એ સ્થાપન કર્યો. ક્યારે? દ્વાપર માં. દ્વાપર થી જ આ લોકો
પોતાનાં ધર્મને ભૂલી હિન્દુ કહેવા લાગ્યાં છે એટલે તેમને દૈવી ધર્મભ્રષ્ટ કહેવાય
છે. ત્યાં બધાં સારા કર્મ કરે છે. અહીંયા બધાં છી-છી કર્મ કરે છે એટલે દેવી-દેવતા
ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ કહેવાય છે. હવે ફરી શ્રેષ્ઠ ધર્મ, શ્રેષ્ઠ દેવી કર્મ ની
સ્થાપના થઈ રહી છે એટલે કહેવાય છે હવે આ ૫ વિકારો ને છોડતાં જાઓ. આ વિકાર અડધાકલ્પ
થી રહ્યાં છે. હવે એક જન્મ માં આને છોડવાં - આમાં જ મહેનત લાગે છે. મહેનત વગર થોડી
વિશ્વની બાદશાહી મળશે. બાપ ને યાદ કરશો ત્યારે જ સ્વયં ને તમે રાજાઈ નું તિલક આપો
છો અર્થાંત્ રાજાઈ નાં અધિકારી બનો છો. જેટલાં સારી રીતે યાદ માં રહેશો, શ્રીમત પર
ચાલશો તો તમે રાજાઓનાં રાજા બનશો. ભણાવવા વાળા શિક્ષક તો આવ્યાં છે ભણાવવાં. આ
પાઠશાળા છે જ મનુષ્ય થી દેવતા બનવાની. નર થી નારાયણ બનાવવાની કથા સંભળાવે છે .આ કથા
કેટલી નામીગ્રામી છે. આને અમરકથા, સત્ય નારાયણ ની કથા, તિજરી ની કથા પણ કહે છે.
ત્રણેય નો અર્થ પણ બાપ સમજાવે છે. ભક્તિમાર્ગ ની તો ઘણી કથાઓ છે. તો જુઓ ગીત કેટલાં
સારા છે. બાબા આપણ ને આખાં વિશ્વનાં માલિક બનાવે છે, જે માલિકપણું કોઈ લૂટી ન શકે.
અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા આ
સ્મૃતિ રાખવાની છે કે અમે એક મત, એક રાજ્ય, એક ધર્મ ની સ્થાપના નાં નિમિત્ત છીએ એટલે
એક મત થઇને રહેવાનું છે.
2. સ્વયં ને રાજાઈ નું તિલક આપવા માટે વિકારો ને છોડવાની મહેનત કરવાની છે. ભણતર પર
પૂરું ધ્યાન આપવાનું છે.
વરદાન :-
ત્રિકાળદર્શી
સ્થિતિ દ્વારા માયાનાં વાર થી સેફ ( સુરક્ષિત ) રહેવાવાળા અતીન્દ્રિય સુખનાં અધિકારી
ભવ
સંગમયુગ નું વિશેષ
વરદાન કે બ્રાહ્મણ જીવનની વિશેષતા છે - અતીન્દ્રિય સુખ. આ અનુભવ બીજા કોઈ પણ યુગમાં
નથી થતો. પરંતુ આ સુખની અનુભૂતિ માટે ત્રિકાળદર્શી સ્થિતિ દ્વારા માયા નાં વાર થી
સુરક્ષિત રહો. જો વારંવાર માયા નો વાર થતો રહેશે તો ઈચ્છવા છતાં પણ અતીન્દ્રિય સુખનો
અનુભવ કરી નહીં શકો. જે અતીન્દ્રિય સુખનો અનુભવ કરી લે છે તેમને ઈન્દ્રિયોનું સુખ
આકર્ષિત કરી નથી શકતું, નોલેજફુલ હોવાનાં કારણે તેમની સામે તે તુચ્છ દેખાશે.
સ્લોગન :-
કર્મ અને મન્સા
બંને સેવા નું બેલેન્સ હોય તો શક્તિશાળી વાયુમંડળ બનાવી શકશો.