26-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
બ્રહ્મા બાબા શિવબાબા નો રથ છે , બંનેવ નો સાથે પાર્ટ ચાલે છે , આમાં જરા પણ સંશય ન
આવવો જોઈએ ”
પ્રશ્ન :-
મનુષ્ય દુઃખો
થી છૂટવા માટે કઈ યુક્તિ રચે છે, જેને મહાપાપ કહેવાય છે?
ઉત્તર :-
મનુષ્ય જ્યારે દુઃખી થાય છે તો સ્વયંને મારવા (ખતમ કરવાનાં) અનેક ઉપાય રચે છે.
જીવઘાત કરવાનું વિચારે છે, સમજે છે આનાથી અમે દુઃખો થી છૂટી જઈશું. પરંતુ આનાં જેવું
મહાપાપ બીજું કોઈ નથી. તે વધારે જ દુઃખો માં ફસાઈ જાય છે કારણ કે આ છે જ અપાર દુઃખો
ની દુનિયા.
ઓમ શાંતિ!
બાળકો થી બાપ
પૂછે છે, આત્માઓ થી પરમાત્મા પૂછે છે - આ તો જાણો છો આપણે પરમપિતા પરમાત્માનાં સામે
બેઠા છીએ. એમને પોતાનો રથ તો નથી. આ તો નિશ્ચય છે ને - આ ભ્રકુટી નાં વચમાં બાપ નું
નિવાસ સ્થાન છે. બાપ પોતે કહે છે હું આમની ભ્રકુટી નાં વચમાં બેસું છું, એમનું શરીર
લોન પર લઉં છું. આત્મા ભ્રકુટી નાં વચ્ચે છે તો બાપ પણ ત્યાં જ બેસે છે. બ્રહ્મા છે
તો શિવબાબા પણ છે. બ્રહ્મા નથી તો શિવબાબા બોલશે કેવી રીતે? ઉપર માં શિવબાબાને તો
સદૈવ યાદ કરતાં આવ્યાં. હવે આપ બાળકોને ખબર છે આપણે બાપનાં પાસે અહીંયા બેઠા છીએ.
એવું નથી કે શિવબાબા ઉપરમાં છે, એમની પ્રતિમા અહીં પૂજાય છે. આ વાતો ખૂબ જ સમજવાની
છે. તમે તો જાણો છો બાપ જ્ઞાનનાં સાગર છે. જ્ઞાન ક્યાંથી સંભળાવે છે? શું ઉપર થી
સંભળાવે છે? અહીંયા નીચે આવ્યાં છે. બ્રહ્મા તન થી સંભળાવે છે. ઘણાં કહે છે અમે
બ્રહ્માને નથી માનતાં. પરંતુ શિવબાબા પોતે કહે છે બ્રહ્મા તન દ્વારા કે મને યાદ કરો.
આ સમજની વાત છે ને. પરંતુ માયા ખૂબ જબરજસ્ત છે. એકદમ મુખ ફેરવી ને પાછળ કરી દે છે.
હવે તમારો ખભો શિવબાબાની સામે કર્યો છે. સમ્મુખ બેઠા છો પછી જે એવું સમજે છે બ્રહ્મા
તો કંઈ નથી, તેમની શું ગતિ થશે! દુર્ગતિ ને પામી લે છે. કાંઈ પણ જ્ઞાન નથી. મનુષ્ય
પોકારે પણ છે ઓ ગોડફાધર. પછી એ ગોડફાધર સાંભળે છે કે શું? એમને કહે છે ને લિબરેટ (મુક્તિદાતા)
આવો અથવા ત્યાં બેસી લિબરેટ (મુક્ત) કરશે? કલ્પ-કલ્પ પુરુષોત્તમ સંગમયુગ પર જ બાપ
આવે છે, જેમાં આવે છે એમને જ જો ઉડાવી દે તો શું કહેશું! નંબરવન તમોપ્રધાન. નિશ્ચય
હોવા છતાં પણ માયા એકદમ મુખ ફેરવી દે છે. એટલું તેમાં બળ છે જે એકદમ વર્થ નોટ એ પેની
(કોડીતુલ્ય) બનાવી દે છે. એવાં પણ કોઈ ને કોઈ સેવાકેન્દ્ર પર છે એટલે બાપ કહે છે
ખબરદાર રહેજો. ભલે કોઇને સંભળાવતાં પણ રહે સાંભળેલી વાતો, પરંતુ તે જેમ પંડિત માફક
થઈ જાય. જેમ બાબા પંડિત ની વાર્તા બતાવે છે ને. એમણે કહ્યું રામ-રામ કહેવાથી સાગર
પાર થઈ જશે. આ પણ એક વાર્તા બનાવેલી છે. આ સમય તમે બાપની યાદ થી વિષય સાગર થી
ક્ષીરસાગર માં જાઓ છો ને. તેઓએ ભક્તિમાર્ગ માં અનેક કથાઓ બનાવી દીધી છે. એવી વાત તો
હોતી નથી. આ એક વાર્તા બનેલી છે. પંડિત બીજાઓને કહેતાં હતાં, પોતે બિલકુલ ચટ ખાતામાં.
પોતે વિકારોમાં જતાં રહેવું અને બીજાઓને કહેવું નિર્વિકારી બનો, તેની શું અસર થશે.
એવાં પણ બ્રહ્માકુમાર-કુમારીઓ છે - પોતે નિશ્ચયમાં નથી, બીજાઓ ને સંભળાવતા રહે છે
એટલે ક્યાંક-ક્યાંક સંભળાવવા વાળાથી પણ સાંભળવા વાળા આગળ ચાલ્યાં જાય છે. જે અનેકો
ની સેવા કરે છે તે જરુર પ્રિય તો લાગે છે ને. પંડિત જુઠ્ઠા નીકળી પડે તો એમને કોણ
પ્રેમ કરશે! પછી પ્રેમ એમનાં પર ચાલ્યો જશે જે પ્રેક્ટિકલ માં યાદ કરે છે. સારા-સારા
મહારથીઓ ને પણ માયા હપ કરી લે છે. ખૂબ હપ થઈ ગયાં. બાબા પણ સમજાવે છે હમણાં
કર્માતીત અવસ્થા નથી થઈ. એક તરફ લડાઇ થશે, બીજી તરફ કર્માતીત અવસ્થા થશે. પૂરું
કનેક્શન (સંબંધ) છે. પછી લડાઈ પૂરી થઈ જવાથી ટ્રાન્સફર (બદલી) થઇ જશે. પહેલાં રુદ્ર
માળા બને છે. આ વાતો બીજું કોઈ નથી જાણતું. તમે સમજો છો વિનાશ સામે ઉભો છે. હમણાં
તમે છો મૈનોરીટી (અલ્પસંખ્ય), તે છે મેજોરીટી (અધિકત્તમ). તો તમને કોણ માનશે. જ્યારે
તમારી વૃદ્ધિ થઈ જશે પછી તમારા યોગબળ થી બહુજ ખેંચાઈ ને આવશે. જેટલી તમારાથી કટ (જંક)
નીકળતી જશે એટલું બળ ભરાતું જશે. એવુ નથી બાબા જાનીજાનનહાર છે. અહીંયા આવીને બધાને
જુએ છે, બધાની અવસ્થાઓને જાણે છે. બાપ બાળકોની અવસ્થાને નહીં જાણશે કે? બધું ખબર પડે
છે. આમાં અંતર્યામી ની કોઈ વાત નથી. હમણાં તો કર્માતીત અવસ્થા થઈ નથી. આસુરી વાતચીત,
ચલન વગેરે બધું પ્રસિદ્ધ થઈ જાય છે. તમારે તો દૈવી ચલન બનાવવાની છે. દેવતાઓ સર્વગુણ
સમ્પન્ન છે ને. હવે તમારે એવું બનવાનું છે. ક્યાં તે અસુર, ક્યાં દેવતાઓ! પરંતુ માયા
કોઈને પણ છોડતી નથી, છુંઈ-મુઈ બનાવી દે છે. એકદમ મારી નાખે છે. ૫ સીડી છે ને.
દેહ-અભિમાન આવવાથી ઉપર થી એકદમ નીચે પડે છે. પડ્યાં અને મર્યા. આજકાલ પોતાને મારવા
માટે કેવા-કેવા ઉપાય રચે છે. ૨૧ માળ થી કૂદે છે, તો એકદમ ખતમ થઈ જાય. એવું ન થાય પછી
હોસ્પિટલ માં પડ્યાં રહે. દુઃખ ભોગવતાં રહે. ૫ માળ થી પડ્યાં અને ન મરે તો કેટલું
દુઃખ ભોગવતાં રહેશે. કોઇ પોતાને આગ લગાડે છે. જો કોઈ એમને બચાવી લે છે તો એમને કેટલું
દુઃખ સહન કરવું પડે છે. બળી જાય તો આત્મા તો ભાગી જશે ને! એટલે જીવઘાત કરે છે, શરીર
ને ખતમ કરી દે છે. સમજે છે શરીર છોડવાથી દુઃખો થી છૂટી જશે. પરંતુ આ પણ મહાપાપ છે,
બીજા પણ અધિક દુઃખ ભોગવવા પડે છે કારણ કે આ છે જ અપાર દુઃખોની દુનિયા, ત્યાં છે
અપાર સુખ. આપ બાળકો સમજો છો હમણાં આપણે પાછાં જઇએ છીએ, દુઃખધામ થી સુખધામ માં જઈએ
છીએ. હવે બાપ જે સુખધામ નાં માલિક બનાવે છે એમને યાદ કરવાનાં છે. આમનાં દ્વારા બાપ
સમજાવે છે, ચિત્ર પણ છે ને. બ્રહ્મા દ્વારા સ્વર્ગની સ્થાપના. તમે કહો છો બાબા અમે
અનેક વખત આપ થી સ્વર્ગનો વારસો લેવા આવ્યાં છીએ. બાપ પણ સંગમ પર જ આવે છે જ્યારે
દુનિયા બદલવાની છે. તો બાપ કહે છે હું આવ્યો છું આપ બાળકોને દુઃખ થી છોડાવીને સુખ
ની પાવન દુનિયામાં લઈ જવાં. બોલાવે પણ છે - હેં પતિત-પાવન…. થોડી સમજે છે કે અમે
મહાકાલ ને બોલાવીએ છીએ કે અમને આ છી-છી દુનિયાથી ઘરે લઈ ચાલો. જરુર બાબા આવશે. આપણે
મરીશું ત્યારે તો શાંતિ થશે ને. શાંતિ-શાંતિ કરતાં રહે છે. શાંતિ તો છે પરમધામ માં.
પરંતુ આ દુનિયામાં શાંતિ કેવી રીતે થાય - જ્યાં સુધી આટલાં બધાં મનુષ્ય છે! સતયુગમાં
સુખ-શાંતિ હતી. હમણાં કળયુગમાં અનેક ધર્મ છે. તે જ્યારે ખતમ થાય ત્યારે એક ધર્મની
સ્થાપના થાય, ત્યારે તો સુખ-શાંતિ થાય ને! હાહાકાર નાં બાદ જ પછી જય-જયકાર થશે. આગળ
ચાલી જોજો મોતનું બજાર કેટલું ગરમ થાય છે!વિનાશ જરુર થવાનો છે. એક ધર્મની સ્થાપના
બાપ આવીને કરાવે છે. રાજયોગ પણ શીખવાડે છે. બાકી બધાં અનેક ધર્મ ખલાસ થઈ જશે. ગીતામાં
કાંઈ દેખાડ્યું નથી. ૫ પાંડવ અને કુતરો હિમાલય પર ગળી ગયાં. પછી પરિણામ શું? પ્રલય
દેખાડી દીધી છે. જળમઈ ભલે થાય છે પરંતુ આખી દુનિયા જળમઈ થઈ નથી શકતી. ભારત તો
અવિનાશી પવિત્ર ખંડ છે. એમાં પણ આબુ સૌથી પવિત્ર તીર્થસ્થાન છે, જ્યાં બાપ આવીને આપ
બાળકોનાં દ્વારા સર્વની સદ્દગતિ કરે છે. દેલવાડા મંદિર માં કેટલાં સારા યાદગાર છે.
કેટલું અર્થ સહિત છે. પરંતુ જેમણે બનાવ્યું છે તે નથી જાણતાં. તો પણ સારા સમજુ તો
હતાં ને. દ્વાપરમાં જરુર સારા સમજદાર હશે. કળયુગ માં હોય છે તમોપ્રધાન. દ્વાપર માં
તો પણ તમોબુદ્ધિ હશે. બધાં મંદિરો થી આ ઉંચ છે, જ્યાં તમે બેઠા છો.
હમણાં તમે જોતાં રહેશો વિનાશમાં હોલસેલ મોત થશે. હોલસેલ મહાભારી લડાઈ લાગશે. બધાં
ખતમ થઇ જશે. બાકી એક ખંડ રહેશે. ભારત ખૂબ નાનો હશે, બાકી બધાં ખલાસ થઈ જશે. સ્વર્ગ
કેટલું નાનું હશે. હમણાં આ જ્ઞાન તમારી બુદ્ધિમાં છે. કોઈને સમજાવવામાં પણ વાર લાગે
છે. આ છે પુરુષોત્તમ સંગમયુગ. અહીંયા કેટલાં બધાં મનુષ્ય છે અને ત્યાં કેટલાં થોડા
મનુષ્ય હશે, આ બધાં ખતમ થઇ જશે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થશે શરું થી.
જરુર સ્વર્ગ થી રિપીટ કરશે. પાછળ થી તો નહીં આવશે. આ ડ્રામા નું ચક્ર અનાદિ છે, જે
ફરતું જ રહે છે. આ તરફ કળયુગ, તે તરફ છે સતયુગ. આપણે સંગમ પર છીએ. આ પણ તમે સમજો
છો. બાપ આવે છે, બાપ ને રથ તો જરુર જોઈએ ને. તો બાપ સમજાવે છે, હમણાં તમે ઘરે જાઓ
છો. પછી આ લક્ષ્મી-નારાયણ બનવાનું છે, તો દૈવીગુણ પણ ધારણ કરવાં જોઈએ.
આ પણ આપ બાળકોને સમજાવાય છે રાવણ રાજ્ય અને રામરાજ્ય કોને કહેવાય છે. પતિત થી પાવન,
પછી પાવન થી પતિત કેવી રીતે બને છે! આ ખેલ નું રહસ્ય બાપ બેસી સમજાવે છે. બાપ
નોલેજફુલ, બીજરુપ છે ને! ચૈતન્ય છે. એ જ આવી ને સમજાવે છે. બાપ જ કહેશે આખાં
કલ્પવૃક્ષ નું રહસ્ય સમજ્યાં? આમાં શું-શું હોય છે? તમે આમાં કેટલો પાર્ટ ભજવ્યો
છે? અડધોકલ્પ છે દૈવી સ્વરાજ્ય. અડધોકલ્પ છે આસુરી રાજ્ય. સારા-સારા જે બાળકો છે
એમની બુદ્ધિમાં જ્ઞાન રહે છે. બાપ આપસમાન બનાવે છે ને! શિક્ષકમાં પણ નંબરવાર હોય
છે. ઘણાં તો શિક્ષક થઈને પણ પછી બગડી જાય છે. અનેકો ને શીખવાડી પછી પોતે ખતમ થઈ ગયાં.
નાનાં-નાનાં બાળકોમાં ભિન્ન-ભિન્ન સંસ્કાર વાળા હોય છે. કોઈ તો જુઓ નંબરવન શૈતાન,
કોઈ પછી પરિસ્તાન માં જવા લાયક. ઘણાં છે જે ન જ્ઞાન ઉઠાવે, ન પોતાની ચલન સુધારે,
બધાને દુઃખ જ આપતાં રહે છે. આ પણ શાસ્ત્રોમાં દેખાડ્યું છે કે અસુર આવીને છુપાઈને
બેસતાં હતાં. અસુર બની કેટલી તકલીફ આપે છે. આ તો બધું થતું રહે છે. ઉંચે થી ઉંચા
બાપ ને જ સ્વર્ગ ની સ્થાપના કરવાં આવવું પડે છે. માયા પણ બહુજ જબરજસ્ત છે. દાન આપે
છે તો પણ માયા બુદ્ધિ ફેરવી દે છે. અડધા ને જરુર માયા ખાશે, ત્યારે તો કહે છે માયા
ખુબ દુસ્તર છે. અડધો કલ્પ માયા રાજ્ય કરે છે તો જરુર એટલી પહેલવાન હશે ને. માયાથી
હારવા વાળા ની શું હાલત થઈ જાય છે! અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ક્યારેય પણ
છુંઈ-મુઈ નથી બનવાનું. દૈવી ગુણ ધારણ કરી પોતાની ચલન સુધારવાની છે.
2. બાપ નો પ્રેમ પામવા માટે સેવા કરવાની છે, પરંતુ જે બીજાઓને સંભળાવીએ, તે સ્વયં
ધારણ કરવાનું છે. કર્માતીત અવસ્થા માં જવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે.
વરદાન :-
મહેનત અને
મહાનતા ની સાથે રુહાનિયત નો અનુભવ કરાવવા વાળા શક્તિશાળી સેવાધારી ભવ
જે પણ આત્માઓ તમારા
સંપર્ક માં આવે છે તેમને રુહાની શક્તિનો અનુભવ કરાવો. એવી સ્થૂળ અને સૂક્ષ્મ સ્થિતિ
બનાવો જેનાથી આવવાવાળી આત્માઓ પોતાનાં સ્વરુપ નો અને રુહાનિયત નો અનુભવ કરે. એવી
શક્તિશાળી સેવા કરવામાટે સેવાધારી બાળકો ને વ્યર્થ સંકલ્પ, વ્યર્થ બોલ, વ્યર્થ
કર્મની હલચલ થી પરે એકાગ્રતા અર્થાત્ રુહાનિયત માં રહેવાનું વ્રત લેવું પડે. આ જ
વ્રત થી જ્ઞાન સૂર્ય નો ચમત્કાર દેખાડી શકશો.
સ્લોગન :-
બાપ અને સર્વ
ની દુવાઓનાં વિમાન માં ઉડવા વાળા જ ઉડતા યોગી છે.