31-03-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“મીઠા બાળકો - તમે હમણાં જૂની દુનિયાનાં ગેટ દ્વાર થી નીકળીને શાંતિધામ અને સુખધામ માં જઈ રહ્યાં છો , બાપ જ મુક્તિ - જીવનમુક્તિ નો રસ્તો બતાવે છે ”

પ્રશ્ન :-
વર્તમાન સમય સૌથી સારું કર્મ કયું છે?

ઉત્તર :-
સૌથી સારું કર્મ છે મન્સા, વાચા, કર્મણા આંધળાઓ ની લાઠી બનવું. આપ બાળકોએ વિચાર સાગર મંથન કરવું જોઈએ કે એવો કયો શબ્દ લખીએ જે મનુષ્યને ઘરનો (મુક્તિ) અને જીવનમુક્તિ નો રસ્તો મળી જાય. મનુષ્ય સહજ સમજી લે કે અહીંયા શાંતિ સુખની દુનિયામાં જવાનો રસ્તો બતાવાય છે.

ઓમ શાંતિ!
જાદુગરની બત્તી સાંભળ્યું છે. અલ્લાઉદ્દીનની બત્તી પણ ગવાય છે. અલ્લાઉદ્દીનની બત્તી કે જાદુગર ની બતી શું-શું દેખાડે છે! વૈકુંઠ, સ્વર્ગ, સુખધામ. બત્તી ને પ્રકાશ કહેવાય છે. હમણાં તો અંધકાર છે ને. હવે આ જે પ્રકાશ દેખાડવાં માટે બાળકો પ્રદર્શની મેળો કરે છે, આટલાં ખર્ચા કરે છે, માથુ મારે છે. પૂછે છે બાબા આનું નામ શું રાખીએ? અહીં બોમ્બેને કહે છે ગેટ-વે ઓફ ઇન્ડિયા. સ્ટીમર પહેલાં બોમ્બે માં જ આવે છે. દિલ્હીમાં પણ ઇન્ડિયા ગેટ છે. હવે આપણો આ છે કે ગેટ ઓફ મુક્તિ જીવનમુક્તિ. બે દ્વાર છે ને. હંમેશા દ્વાર બે હોય છે ઇન (અંદર) અને આઉટ (બહાર). એક થી આવવું, બીજાથી જવું. આ પણ એવું છે-આપણે નવી દુનિયામાં આવીએ છીએ પછી જૂની દુનિયા થી બહાર નીકળી પોતાનાં ઘરે ચાલ્યા જઈએ છીએ. પરંતુ પાછાં પોતે તો આપણે જઈ નથી સકતા કારણ કે ઘરને ભૂલી ગયાં છીએ, ગાઈડ (માર્ગદર્શક) જોઈએ. એ પણ આપણને મળ્યાં છે જે રસ્તો બતાવે છે. બાળકો જાણે છે બાબા આપણને મુક્તિ-જીવનમુક્તિ, શાંતિ અને સુખનો રસ્તો બતાવે છે. તો ગેટ ઓફ શાંતિધામ, સુખધામ લખો. વિચાર સાગર મંથન કરવાનું હોય છે ને. ખૂબ વિચાર ચાલે છે-મુક્તિ-જીવનમુક્તિ કોને કહેવાય છે, તે પણ કોઈને ખબર નથી. શાંતિ અને સુખ તો બધાં ઈચ્છે છે. શાંતિ પણ હોય અને ધન-સંપત્તિ પણ હોય. તે તો હોય છે જ સતયુગમાં. તો નામ લખી દો-ગેટ ઓફ શાંતિધામ અને સુખધામ અથવા ગેટ ઓફ પ્યોરીટી (પવિત્રતા), પીસ (શાંતિ), પ્રોસપર્ટી (સમૃદ્ધિ). આ તો સારા અક્ષર છે. ત્રણેવ અહીંયા નથી. તો આનાં પર પછી સમજાવવું પણ પડે. નવી દુનિયામાં આ બધું હતું. નવી દુનિયાની સ્થાપના કરવાવાળા છે પતિત-પાવન, ગોડફાધર. તો જરૂર આપણે આ જૂની દુનિયાથી નીકળી ઘરે જવું પડે. તો આ ગેટ થયો ને-પ્યોરિટી, પીસ, પ્રોસપર્ટી નો. બાબાને આ નામ સારું લાગે છે. હવે હકીકતમાં તેની ઓપનિંગ (ઉદ્દઘાટન) તો શિવબાબા કરે છે. પરંતુ આપણા (બ્રાહ્મણો) દ્વારા કરાવે છે. દુનિયામાં ઓપનિંગ સેરેમની તો બહુજ થતી રહે છે. કોઈ હોસ્પિટલ ની કરશે, કોઈ યુનિવર્સિટીની કરશે. આ તો એક જ વાર થાય છે અને આ સમયે જ થાય છે તો એટલે વિચાર કરાય છે. બાળકોએ લખ્યું-બ્રહ્મા બાબા આવીને ઉદ્દઘાટન કરે. બાપદાદા બંનેવ ને બોલાવીએ. બાપ કહે છે તમે (બ્રહ્માબાબા) બહાર ક્યાંય જઈ ન શકો. ઉદ્દઘાટન કરવાં માટે જાય, વિવેક નથી કહેતો, કાયદો નથી. આ તો કોઈ પણ ખોલી શકે છે. સમાચાર માં પણ આવશે-પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ. આ નામ પણ બહુજ સારું છે ને. પ્રજાપિતા તો બધાનાં બાપ થઈ ગયાં. તે કંઈ ઓછું છે શું! અને પછી બાપ પોતે સેરેમની કરાવે છે. કરનકરાવનહાર છે ને. બુદ્ધિમાં રહેવું જોઈએ ને અમે સ્વર્ગની સ્થાપના કરી રહ્યાં છીએ. તો કેટલો પુરુષાર્થ કરી શ્રીમત પર ચાલવું જોઈએ. વર્તમાન સમયે મન્સા-વાચા-કર્મણા સૌથી સારું કર્મ તો એક જ છે-આંધળાઓની લાઠી બનવું. ગાએ પણ છે-હેં પ્રભુ આંધળાઓની લાઠી. બધાં આંધળા જ આંધળા છે. તો બાપ આવીને લાઠી બને છે. જ્ઞાન નું ત્રીજું નેત્ર આપે છે, જેનાથી તમે સ્વર્ગમાં નંબરવાર પુરુષાર્થ અનુસાર જાઓ છો. નંબરવાર તો છે જ. આ બહુજ મોટી બેહદની હોસ્પિટલની સાથે યુનિવર્સિટી છે. સમજાવાય છે-આત્માઓનાં બાપ પરમપિતા પરમાત્મા પતિત-પાવન છે. તમે એ બાપ ને યાદ કરો તો સુખધામમાં ચાલ્યાં જશો. આ છે હેલ (નર્ક), આને હેવિન (સ્વર્ગ) નહીં કહેશું. હેવિન માં છે જ એક ધર્મ. ભારત સ્વર્ગ હતું બીજા કોઈ ધર્મ નહોતો. આ ફક્ત યાદ કરો, આ પણ મનમનાભવ છે. આપણે સ્વર્ગમાં આખાં વિશ્વનાં માલિક હતાં-એટલું પણ યાદ નથી આવતું! બુદ્ધિમાં છે આપણને બાપ મળ્યાં છે તો તે ખુશી રહેવી જોઈએ. પરંતુ માયા પણ ઓછી નથી. એવાં બાપનાં બનીને પછી પણ એટલી ખુશી માં નથી રહેતાં. ઘુટકા ખાતા રહે છે. માયા ઘડી-ઘડી ખૂબ ઘુટકા ખવડાવે છે. શિવબાબાની યાદ ભૂલાવી દે છે. સ્વયં પણ કહે છે યાદ સ્થાઈ રહેતી નથી. બાપ ઘુટકા ખવડાવે છે જ્ઞાનસાગર માં, માયા પછી ઘુટકા ખવડાવે છે વિષય સાગર માં. બહુજ ખુશીથી ઘુટકા ખાવા લાગી જાય છે. બાપ કહે છે શિવબાબા ને યાદ કરો. માયા પછી ભુલાવી દે છે. બાપ ને યાદ જ નથી કરતાં. બાપ ને જાણતાં જ નથી. દુઃખહર્તા સુખકર્તા તો પરમપિતા પરમાત્મા છે ને. એ છે જ દુઃખ હરવાવાળા. તેઓ પછી ગંગામાં જઈને ડૂબકી લગાવે છે. સમજે છે ગંગા પતિત-પાવની છે. સતયુગમાં ગંગાને દુઃખ હરનાર પાપ કાપનાર નહીં કહેશે. સાધુ સંત વગેરે બધાં જઈને નદીઓનાં કિનારે બેસે છે. સાગરનાં કિનારે કેમ નથી બેસતાં? હમણાં આપ બાળકો સાગરનાં કિનારે બેઠાં છો. અસંખ્ય બાળકો સાગર પાસે આવે છે. પછી સમજે છે સાગર થી નીકળેલી આ નાની-નાની નદીઓ પણ છે. બ્રહ્મપુત્રા, સિંધ, સરસ્વતી આ પણ નામ રાખેલાં છે.

બાપ સમજાવે છે - બાળકો, તમારે મન્સા-વાચા-કર્મણા બહુજ-બહુજ ધ્યાન રાખવાનું છે, ક્યારેય પણ તમને ક્રોધ ન આવવો જોઈએ. ક્રોધ પહેલાં મન્સામાં આવે પછી વાચા અને કર્મણા માં પણ આવી જાય છે. આ ત્રણ બારીઓ છે એટલે બાપ સમજાવે છે-મીઠા બાળકો, વાચા (વાણી) વધારે નહીં ચલાવો, શાંતિ માં રહો, વાચામાં આવે તો કર્મણા માં આવી જશે. ગુસ્સો પહેલાં મન્સામાં આવે છે પછી વાચા-કર્મણા માં આવે છે. ત્રણેય બારીઓ થી નીકળે છે. પહેલાં મન્સા માં આવશે. દુનિયાવાળા તો એક-બીજા ને દુઃખ આપતા રહે છે, લડતાં-ઝઘડતાં રહે છે. તમારે તો કોઈને પણ દુઃખ નથી આપવાનું. ખ્યાલ પણ નહીં આવવો જોઈએ. સાયલેન્સ (શાંતિ) માં રહેવું ખૂબ સારું છે. તો બાપ આવીને સ્વર્ગનો અથવા સુખ-શાંતિ નો ગેટ બતાવે છે. બાળકોને જ બતાવે છે. બાળકોને કહે છે તમે પણ બીજાઓને બતાવો. પ્યોરિટી, પીસ, પ્રોસપર્ટી હોય છે સ્વર્ગમાં. ત્યાં કેવી રીતે જવાય છે, તે સમજવાનું છે. આ મહાભારત લડાઈ પણ ગેટ ખોલે છે. બાબાનું વિચાર સાગર મંથન તો ચાલે છે ને. શું નામ રાખીએ? સવારે વિચાર સાગર મંથન કરવાથી માખણ નીકળે છે. સારી સલાહ નીકળે છે, ત્યારે બાબા કહે છે સવારે ઉઠી બાપ ને યાદ કરો અને વિચાર સાગર મંથન કરો-શું નામ રાખવું જોઈએ? વિચાર કરવો જોઈએ, કોઈનો સારો વિચાર પણ નીકળે છે. હવે તમે સમજો છો પતિત ને પાવન બનાવવાં એટલે નર્કવાસી થી સ્વર્ગવાસી બનાવવાં. દેવતાઓ પાવન છે, ત્યારે તો તેમનાં આગળ માથું નમાવે છે. તમે હમણાં કોઈ ને માથું ન નમાવી સકો, કાયદો નથી. બાકી યુક્તિ ચાલવાનું હોય છે. સાધુ લોકો પોતાને ઉંચ પવિત્ર સમજે છે, બીજાને અપવિત્ર નીંચ સમજે છે. તમે ભલે જાણો છો આપણે સૌથી ઊંચા છીએ પરંતુ કોઈ હાથ જોડે તો રેસ્પોન્ડ (પ્રતિઉત્તર) આપવો પડે. હરિ ઓમ્ તત્સત્ કરે છે, તો કરવું પડે. યુક્તિ થી નહીં ચાલશો તો તે હાથ નહીં આવે. બહુજ યુક્તિઓ જોઈએ. જ્યારે મોત માથા પર આવે છે તો બધાં ભગવાનનું નામ લે છે. આજકાલ ઇતફાક (અનાયાસ) તો બહુજ થતાં રહે છે. ધીમે-ધીમે આગ ફેલાય છે. આગ શરુ થશે વિલાયત થી પછી ધીમે-ધીમે આખી દુનિયા બળી જશે. અંતમાં આપ બાળકો જ રહી જાઓ છો. તમારી આત્મા પવિત્ર થઇ જાય છે તો પછી તમને ત્યાં નવી દુનિયા મળે છે. દુનિયાની નવી નોટ આપ બાળકોને મળે છે. તમે રાજ્ય કરો છો. અલાઉદ્દીન ની બત્તી પણ પ્રસિદ્ધ છે ને! નોટ આમ કરવાથી કારુન નો ખજાનો મળી જાય છે. છે પણ બરાબર. તમે જાણો છો અલ્લાહ અવલદિન ઝટ ઇશારા થી સાક્ષાત્કાર કરાવે છે. ફક્ત તમે શિવબાબા ને યાદ કરો તો બધાં સાક્ષાત્કાર થઇ જશે. નૌધા ભક્તિ થી પણ સાક્ષાત્કાર થાય છે ને. અહીં તમને લક્ષ્ય-હેતુ નો સાક્ષાત્કાર તો થાય જ છે પછી તમે બાબાને, સ્વર્ગને બહુજ યાદ કરશો. ઘડી-ઘડી જોતાં રહેશો. જે બાબાની યાદમાં અને જ્ઞાનમાં મસ્ત હશે તેજ અંતનાં બધાં દ્રશ્યો જોઈ શકશે. મોટી મંઝિલ છે. સ્વયંને આત્મા સમજી બાપ ને યાદ કરવાં, માસીનું ઘર નથી. બહુજ મહેનત છે. યાદ જ મુખ્ય છે. જેમ બાબા દિવ્ય દૃષ્ટિ દાતા છે તો સ્વયં પોતાનાં માટે દિવ્ય દૃષ્ટિ દાતા બની જશે. જેમ ભક્તિમાર્ગ માં તીવ્ર વેગથી યાદ કરે છે તો સાક્ષાત્કાર થાય છે. પોતાની મહેનત થી જેમ દિવ્ય દૃષ્ટિ દાતા બની જાય છે. તમે પણ યાદની મહેનત માં રહેશો તો ખુબ ખુશી માં રહેશો અને સાક્ષાત્કાર થતાં રહેશે. આ આખી દુનિયા ભૂલી જાઓ. મનમનાભવ થઈ જાઓ. બાકી શું જોઈએ! યોગબળ થી પછી તમે પોતાનું શરીર છોડી દો છો. ભક્તિ માં પણ મહેનત હોય છે, આમાં પણ મહેનત જોઈએ. મહેનત નો રસ્તો બાબા બહુજ ફર્સ્ટ ક્લાસ બતાવતાં રહે છે. સ્વયંને આત્મા સમજવાથી પછી દેહનું ભાન જ નહીં રહે. જેમ બાપ સમાન બની જશો. સાક્ષાત્કાર કરતાં રહેશો. ખુશી પણ બહુજ રહેશે. રીઝલ્ટ (પરિણામ) આખું અંતનું ગવાયેલું છે. પોતાનાં નામ-રુપથી પણ ન્યારા થવાનું છે તો પછી બીજાનાં નામ-રુપ ને યાદ કરવાથી શું હાલત થશે! નોલેજ ખુબ સહજ છે. પ્રાચીન ભારતનો યોગ જે છે, જાદુ એમાં છે. બાબાએ સમજાવ્યું છે બ્રહ્મ જ્ઞાની પણ આવી રીતે શરીર છોડે છે. અમે આત્મા છીએ, પરમાત્મા માં લીન થવાનું છે. લીન કોઈ થતાં નથી. છે બ્રહ્મ જ્ઞાની. બાબાએ જોયું છે બેઠાં-બેઠાં શરીર છોડી દે છે. વાયુમંડળ બહુજ શાંત રહે છે, સન્નાટો થઈ જાય છે. સન્નાટો પણ તેમને ભાસશે જે જ્ઞાન માર્ગમાં હશે, શાંતિમાં રહેવાવાળા હશે. બાકી ઘણાં બાળકો તો હજી બાળકબુદ્ધિ છે. ઘડી-ઘડી પડી જાય છે, આમાં બહુજ-બહુજ ગુપ્ત મહેનત છે. ભક્તિમાર્ગની મહેનત પ્રત્યક્ષ હોય છે. માળા ફેરવો, કોઠીમાં બેસી ભક્તિ કરો. અહીંયા તો હરતાં-ફરતાં તમે યાદમાં રહો છો. કોઈને ખબર પડી ન શકે કે આ રાજાઈ લઇ રહ્યાં છે. યોગથી જ બધાં હિસાબ-કિતાબ ચૂકતું કરવાનાં છે. જ્ઞાન થી થોડી ચૂકતું થાય છે. હિસાબ-કિતાબ ચૂકતું થશે યાદ થી. કર્મ ભોગ યાદ થી ચૂકતું થશે. આ છે ગુપ્ત. બાબા બધું ગુપ્ત શીખવાડે છે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. મન્સા-વાચા-કર્મણા ક્યારેય પણ ક્રોધ નથી કરવાનો. આ ત્રણેય બારીઓ પર ખુબજ ધ્યાન રાખવાનું છે. વાચા અધિક નથી ચલાવવાની. એક-બીજા ને દુઃખ નથી આપવાનું.

2. જ્ઞાન અને યોગમાં મસ્ત રહી અંતિમ દ્રશ્યો જોવાનાં છે. પોતાનાં અથવા બીજાનાં નામ-રુપ ને ભૂલી હું આત્મા છું, આ સ્મૃતિ થી દેહભાન ને સમાપ્ત કરવાનું છે.

વરદાન :-
રુહાની ડ્રિલ નાં અભ્યાસ દ્વારા ફાઇનલ ( અંતિમ ) પેપર માં પાસ થવાવાળા સદા શક્તિશાળી ભવ

જેમ વર્તમાન સમયનાં પ્રમાણે શરીરનાં માટે સર્વ બીમારીઓ નો ઈલાજ એક્સરસાઇઝ (કસરત) શીખવાડે છે. એમ આત્માને સદા શક્તિશાળી બનાવવાં માટે રુહાની એક્સરસાઇઝ નો અભ્યાસ જોઈએ. ચારેય બાજુ કેટલું પણ હલચલનું વાતાવરણ હોય પરંતુ અવાજ માં રહેતાં અવાજ થી પરે સ્થિતિનો અભ્યાસ કરો. મનને જ્યાં અને જેટલો સમય સ્થિત કરવા ઈચ્છો એટલો સમય ત્યાં સ્થિત કરી લો-ત્યારે શક્તિશાળી બની ફાઇનલ પેપર માં પાસ થઈ શકશો.

સ્લોગન :-
સ્વયં નાં વિકારી સ્વભાવ-સંસ્કાર કે કર્મ ને સમર્પણ કરી દેવું જ સમર્પિત થવું છે.