16-12-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


“ મીઠા બાળકો - અપાર ખુશી કે નશા માં રહેવા માટે દેહ - અભિમાન ની બીમારી છોડી પ્રીત બુદ્ધિ બનો , સ્વયંની ચલન સુધારો ”

પ્રશ્ન :-
કયા બાળકોને જ્ઞાન નો ઊલટો નશો નથી ચઢી શકતો?

ઉત્તર :-
જે બાપને યથાર્થ જાણીને યાદ કરે છે, દિલ થી બાપની મહિમા કરે છે, જેમનું ભણતર ઉપર પૂરું ધ્યાન છે તેમને જ્ઞાનનો ઊલટો નશો નથી ચઢી શકતો. જે બાપને સાધારણ સમજે છે તે બાપને યાદ કરી નથી શકતા. યાદ કરે તો પોતાનાં સમાચાર પણ બાપને અવશ્ય આપે. બાળકો પોતાનાં સમાચાર નથી આપતાં તો બાપને ખ્યાલ ચાલે કે બાળક ક્યાંય મૂર્છિત તો નથી થઈ ગયું?

ઓમ શાંતિ!
બાપ બેસી બાળકો ને સમજાવે છે-બાળકો, જ્યારે કોઈ નવાં આવે છે તો તેમને પહેલા હદ અને બેહદ, બંને બાપ નો પરિચય આપો. બેહદનાં બાબા એટલે બેહદની આત્માઓ નાં બાપ. તે હદ નાં બાપ દરેક જીવ આત્મા નાં અલગ છે. આ નોલેજ પણ બધાં એકરસ ધારણ નથી કરી શકતા. કોઈ એક ટકો, કોઈ ૯૫ ટકા ધારણ કરે છે. આ તો સમજ ની વાત છે, સૂર્યવંશી, ચંદ્રવંશી કુળ હશે ને. રાજા-રાણી તથા પ્રજા. પ્રજા માં બધાં પ્રકારનાં મનુષ્ય હોય છે. પ્રજા એટલે જ પ્રજા. બાપ સમજાવે છે આ ભણતર છે, દરેક પોતાની બુદ્ધિ અનુસાર જ ભણે છે. દરેકને પોત-પોતાનો પાર્ટ મળેલો છે. જેમણે કલ્પ પહેલાં જેટલું ભણતર ધારણ કર્યું છે, એટલુ અત્યારે પણ કરે છે. ભણતર ક્યારેય છૂપું નથી રહી શકતું. ભણતર અનુસાર પદ પણ મળે છે. બાપ એ સમજાવ્યું છે, આગળ ચાલીને પરીક્ષા હશે. વગર પરીક્ષાએ ટ્રાન્સફર થઈ ન શકાય. તો અંતમાં બધી ખબર પડશે. પરંતુ હમણાં પણ સમજી શકો છો અમે કયા પદ ને લાયક છીએ? ભલે શરમ નાં મારે બધાં હાથ ઉઠાવી દે છે પરંતુ સમજી શકાય છે, આવાં અમે કેવી રીતે બની શકીશું! છતાં પણ હાથ ઉઠાવી દે છે. આ પણ અજ્ઞાન જ કહેશું. બાપ તો ઝટ સમજી જાય છે કે આનાંથી તો વધારે અક્કલ લૌકિક વિદ્યાર્થી માં હોય છે. તેઓ સમજે છે અમે સ્કોલરશીપ લેવા લાયક નથી, પાસ નહીં થઈએ. તેઓ સમજે છે, શિક્ષક જે ભણાવે છે એમાં અમે કેટલા માર્ક્સ લઈશું? એવું થોડું કહેશે કે અમે પાસ વિથ ઓનર થઈશું. અહીંયા તો ઘણાં બાળકોમાં એટલી પણ અક્કલ નથી, દેહ-અભિમાન બહુજ છે. ભલે આવ્યા છે આ (દેવતા) બનવાને માટે પરંતુ એવી ચલન પણ તો જોઈએ. બાપ કહે છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ કારણ કે કાયદેસર બાપથી પ્રીત નથી.

બાપ આપ બાળકો ને સમજાવે છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિનો યથાર્થ અર્થ શું છે? બાળકો જ પૂરું નથી સમજી શકતા તો પછી તેઓ શું સમજશે? બાપને યાદ કરવા-આ તો થઈ ગુપ્ત વાત. ભણતર તો ગુપ્ત નથી ને. ભણતરમાં નંબરવાર હોય છે. એક જેવું થોડી ભણશે. બાબા સમજે છે હમણાં તો બેબી (નાનાં) છે. આવાં બેહદ નાં બાપને ત્રણ-ત્રણ, ચાર-ચાર મહિના યાદ પણ નથી કરતા. ખબર કેવી રીતે પડે કે યાદ કરે છે? બાપ ને પત્ર પણ નથી લખતા કે બાબા હું કેમ-કેમ ચાલી રહ્યો છું, કઈ-કઈ સર્વિસ કરું છું? બાપ ને બાળકોની કેટલી ચિંતા રહે છે કે ક્યાંય બાળક મૂર્છિત તો નથી થઈ ગયું, ક્યાંક બાળક મરી તો નથી ગયું? કોઈ તો બાબા ને કેટલા સારા-સારા સેવાનાં સમાચાર લખે છે. બાપ પણ સમજે, બાળક જીવતો છે. સેવા કરવાવાળા બાળકો ક્યારેય છુપાઈ ન શકે. બાપ તો દરેક બાળકો નું દિલ લે છે કે કયું બાળક કેવું છે? દેહ-અભિમાનની બીમારી બહુજ કડક છે. બાબા મુરલીમાં સમજાવે છે, ઘણાંને તો જ્ઞાનનો ઊલટો નશો ચઢી જાય છે, અહંકાર આવી જાય છે પછી યાદ પણ નથી કરતા, પત્ર પણ નથી લખતા. તો બાપ પણ યાદ કેવી રીતે કરશે? યાદ થી યાદ મળે છે. હમણાં આપ બાળકો બાપને યથાર્થ જાણીને યાદ કરો છો, દિલ થી મહિમા કરો છો. ઘણાં બાળકો બાપને સાધારણ સમજે છે એટલે યાદ નથી કરતા. બાબા કોઈ ભપકો વગેરે થોડી દેખાડશે. ભગવાનુવાચ, હું તમને વિશ્વની રાજાઈ આપવાં માટે રાજયોગ શીખવાડું છું. તમે એવું થોડું સમજો છો કે અમે વિશ્વની બાદશાહી લેવાનાં માટે બેહદનાં બાપથી ભણીએ છીએ. આ નશો હોય તો અપાર ખુશી નો પારો સદા ચઢેલો રહે. ગીતા વાંચવાવાળા ભલે કહે છે-શ્રીકૃષ્ણ ભગવાનુંવાચ, હું રાજયોગ શીખવાડું છું, બસ. તેમને રાજાઈ પામવાની ખુશી થોડી રહેશે. ગીતા વાંચીને પૂરી કરી અને ગયાં પોત-પોતાનાં ધંધાદોરી માં. તમને તો હવે બુદ્ધિમાં છે કે અમને બેહદ નાં બાપ ભણાવે છે. તેમને એવું બુદ્ધિમાં નહીં આવશે. તો પહેલા-પહેલા કોઈ પણ આવે તો તેમને બે બાપ નો પરિચય આપવાનો છે. બોલો ભારત સ્વર્ગ હતું, હવે નર્ક છે. આ કળયુગ છે, આને સ્વર્ગ થોડી કહેશું. એવું તો નહીં કહેશું કે સતયુગમાં પણ છીએં, કળયુગમાં પણ છીએં. કોઈને દુઃખ મળ્યું તો કહેશે નર્કમાં છે, કોઈને સુખ છે તો કહેશે સ્વર્ગમાં છે. એવું બહુજ કહે છે-દુઃખી મનુષ્ય નર્કમાં છે, અમે તો બહુજ સુખમાં બેઠા છીએં, મહેલ, માડી, મોટરો વગેરે છે, સમજે છે અમે તો સ્વર્ગમાં છીએ.ગોલ્ડન એજ (સતયુગ), આઈરન એજ (કળયુગ) એકજ વાત છે.

તો પહેલા-પહેલા બે બાપ ની વાત બુદ્ધિમાં બેસાડવાની છે. બાપ જ સ્વયં પોતાનો પરિચય આપે છે. એ સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે? શું લૌકિક બાપ ને સર્વવ્યાપી કહેશું? હમણાં તમે ચિત્રમાં દેખાડો છો આત્મા અને પરમાત્મા નું રુપ તો એક જ છે, એમાં ફરક નથી. આત્મા અને પરમાત્મા કોઈ નાનાં-મોટા નથી. બધી આત્માઓ છે, એ પણ આત્મા છે. એ સદા પરમધામમાં રહે છે એટલે એમને પરમ આત્મા કહેવાય છે. ફક્ત તમે આત્માઓ જેમ આવો છો તેમ હું નથી આવતો. હું અંતમાં આ તનમાં આવીને પ્રવેશ કરું છું. આ વાતો કોઈ બહારનાં સમજી ન શકે. વાત ખુબ સહજ છે. ફર્ક એટલો છે જે બાપ નાં બદલે વૈકુંઠવાસી કૃષ્ણનું નામ નાખી દીધું છે. શું કૃષ્ણએ વૈકુંઠ થી નર્કમાં આવી રાજયોગ શીખવાડ્યો? કૃષ્ણ કેવી રીતે કહી શકે દેહ સહિત…... મામેકમ્ યાદ કરો. દેહધારીની યાદ થી પાપ કેવી રીતે કપાશે? કૃષ્ણ તો એક નાનો બાળક અને ક્યાં હું સાધારણ મનુષ્ય નાં વૃદ્ધ તનમાં આવું છું. કેટલો ફર્ક થઈ ગયો. આ એક જ ભૂલ નાં કારણે બધાં મનુષ્ય પતિત, કંગાળ બની ગયા છે. ન હું સર્વવ્યાપી છું, ન કૃષ્ણ સર્વવ્યાપી છે. દરેક શરીરમાં આત્મા સર્વવ્યાપી છે. મને તો પોતાનું શરીર પણ નથી. દરેક આત્મા ને પોત-પોતાનું શરીર છે. નામ દરેક શરીર પર અલગ-અલગ પડે છે. નથી મને શરીર અને નથી મારા શરીરનું કોઈ નામ. હું તો વૃદ્ધ શરીર લઉં છું તો તેમનું નામ બદલીને બ્રહ્મા રાખું છું. મારું તો બ્રહ્મા નામ નથી. મને સદા શિવ જ કહે છે. હું જ સર્વ નો સદ્દગતિ દાતા છું. આત્માને સર્વનાં સદ્દગતિ દાતા નહિ કહેશું. પરમાત્માની ક્યારેય દુર્ગતિ થાય છે શું? આત્માની જ દુર્ગતિ અને આત્માની જ સદ્દગતિ થાય છે. આ બધી વાતો વિચાર સાગર મંથન કરવાની છે. નહીં તો બીજાને કેવી રીતે સમજાવશો. પરંતુ માયા એવી દુસ્તર છે જે બાળકોની બુદ્ધિને આગળ નથી વધવા દેતી. દિવસ ભર ઝરમુઈ ઝગમુઈ માં જ સમય વેસ્ટ કરી દે છે. બાપ થી પછાડવા માટે માયા કેટલો ફોર્સ કરે છે. પછી ઘણાં બાળકો તો તૂટી પડે છે. બાપ ને યાદ ન કરવાથી અવસ્થા અચળ-અડોલ નથી બની સકતી. બાપ ઘડી-ઘડી ઊભા કરે, માયા પાડી દે. બાપ કહે ક્યારેય હાર નથી ખાવાની. કલ્પ-કલ્પ આવું થાય છે, કોઈ નવી વાત નથી. માયાજીત અંતમાં બની જ જશો. રાવણ રાજ્ય ખલાસ તો થવાનું જ છે. પછી આપણે નવી દુનિયામાં રાજ્ય કરશું. કલ્પ-કલ્પ માયાજીત બન્યા છીએં. અગણિત વાર નવી દુનિયામાં રાજ્ય કર્યું છે. બાપ કહે છે બુદ્ધિને સદા બીઝી (વ્યસ્ત) રાખો તો સદા સેફ (સલામત) રહેશો. આને જ સ્વદર્શન ચક્રધારી કહેવાય છે. બાકી આમાં હિંસા વગેરે ની વાત નથી. બ્રાહ્મણ જ સ્વદર્શન ચક્રધારી હોય છે. દેવતાઓ ને સ્વદર્શન ચક્રધારી નહીં કહેશું. પતિત દુનિયાની રીત-રિવાજ અને દેવી-દેવતાઓની રીત-રિવાજ માં બહુજ અંતર છે. મૃત્યુલોક વાળા જ પતિત-પાવન બાપ ને બોલાવે છે, અમને પતિતો ને આવીને પાવન બનાવો. પાવન દુનિયા માં લઈ ચલો. તમારી બુદ્ધિમાં છે આજથી ૫ હજાર વર્ષ પહેલા નવી દુનિયા હતી, જેને સતયુગ કહેવાય છે. ત્રેતાને નવી દુનિયા નહીં કહેશું. બાપ એ સમજાવ્યું છે - તે છે ફર્સ્ટ ક્લાસ, તે છે સેકન્ડ ક્લાસ. એક-એક વાત સારી રીતે ધારણ કરવી જોઈએ જો કોઈ આવીને સાંભળે તો વન્ડર (આશ્ચર્ય) ખાય. કોઈ-કોઈ વન્ડર પણ ખાય છે, પરંતુ ફુરસદ નથી જે પુરુષાર્થ કરે. પછી સાંભળે છે પવિત્ર જરૂર બનવાનું છે. આ કામ વિકાર જ મનુષ્યને પતિત બનાવે છે, એને જીતવાથી તમે જગતજીત બનશો. પરંતુ કામ વિકાર એમની જેમકે પૂંજી છે, એટલે તે અક્ષર નથી બોલતા. ફક્ત કહે છે મનને વશમાં કરો. પરંતુ મન અમન ત્યારે થશે જ્યારે શરીરમાં નહિ હોય. બાકી મન અમન તો ક્યારેય થતું જ નથી. દેહ મળે છે કર્મ કરવા માટે તો પછી કર્માતીત અવસ્થામાં કેવી રીતે રહેશે? કર્માતીત અવસ્થા કહેવાય છે મરેલાને. જીવતે જીવતા મરેલા અથવા શરીર થી અલગ. બાપ તમને શરીર થી ન્યારા બનવાનું ભણતર ભણાવે છે. શરીર થી આત્મા અલગ છે. આત્મા પરમધામની રહેવા વાળી છે. આત્મા શરીરમાં આવે છે તો તેને મનુષ્ય કહેવાય છે. શરીર મળે જ છે કર્મ કરવાનાં માટે. એક શરીર છોડી પછી બીજું શરીર કર્મ કરવા માટે લેવાનું છે. શાંતિ તો ત્યારે હોય જ્યારે શરીરમાં નથી. મૂળવતન માં કર્મ હોતું નથી. સૂક્ષ્મવતન ની તો વાત જ નથી. સૃષ્ટિનું ચક્ર અહીંયા ફરે છે. બાપ અને સૃષ્ટિ ચક્રને જાણવું, એને જ નોલેજ કહેવાય છે. સૂક્ષ્મવતન માં ન સફેદ પોશધારી, ન સજ્યા-સજેલા, ન નાગ બલાઓ પહેરવા વાળા શંકર વગેરે હોય છે. બાકી બ્રહ્મા અને વિષ્ણુ નું રહસ્ય બાપ સમજાવતા રહે છે. બ્રહ્મા અહીંયા છે. વિષ્ણુ નાં બે રુપ પણ અહીંયા છે. તે ફક્ત સાક્ષાત્કાર નો પાર્ટ ડ્રામામાં છે, જે દિવ્ય દ્રષ્ટીથી જોવાય છે. ક્રિમિનલ (અપવિત્ર) આંખોથી પવિત્ર ચીજ દેખાશે નહી. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
૧) સ્વયં સ્વયંને સદા સલામત રાખવા માટે બુદ્ધિને વિચાર સાગર મંથન માં બીઝી રાખવાની છે. સ્વદર્શન ચક્રધારી બનીને રહેવાનું છે. ઝરમુઈ ઝગમુઈ માં પોતાનો સમય નથી ગુમાવવાનો.

૨) શરીર થી અલગ રહેવાનું ભણતર જે બાપ ભણાવે છે, તે ભણવાનું છે. માયા નાં ફોર્સ થી બચવાં માટે સ્વયં ની અવસ્થા અચળ-અડોળ બનાવવાની છે.

વરદાન :-
સદા ઉમંગ - ઉત્સાહ માં રહી મન થી ખુશી નાં ગીત ગાવાવાળા અવિનાશી ખુશનસીબ ભવ

આપ ખુશનસીબ બાળકો અવિનાશી વિધિ થી અવિનાશી સિદ્ધિઓ પ્રાપ્ત કરો છો. તમારા મન થી સદા વાહ-વાહ નાં ખુશી નાં ગીત વાગતાં રહે છે. વાહ બાબા! વાહ ભાગ્ય! વાહ મીઠો પરિવાર! વાહ શ્રેષ્ઠ સંગમનો સુહાવનો સમય! દરેક કર્મ વાહ-વાહ છે એટલે તમે અવિનાશી ખુશનસીબ છો. તમારા મનમાં ક્યારેય વ્હાઈ,આઈ (કેમ,હું) નથી આવી શકતું. વ્હાઈ નાં બદલે વાહ-વાહ અને આઈ નાં બદલે બાબા-બાબા શબ્દ જ આવે છે.

સ્લોગન :-
જે સંકલ્પ કરો છો તેને અવિનાશી ગવર્મેન્ટ નો સ્ટેમ્પ લગાવી દો તો અટલ રહેશો.